વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નાની વહિયાળ ગામે રહેતા ભીખુભાઇ રોહિતના પુત્ર મહેન્દ્ર 1 વર્ષ અગાઉ ખૂબ બીમાર થવાથી જેની સારવાર કરાવતા ખબર પડીને તેને કિડની ઇન્ફેક્શન છે.આટલું જ નહિ તેમને આર્થિક તંગી છતાં મહેન્દ્રની સારવાર વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં શરૂ કરતાં ખબર પડી કે મહેન્દ્રની બંને કિડની ફેલ થઈ ચૂકી છે અને તે હવે સારવાર કરવામાં નહી આવે તો વધુ જીવી શકે નહીં. આ સાંભળી એના પરિવારના હોશ ઉડી ગયા હતા. પરંતુ હિમ્મતના હારી વધુ સારવાર માટે તેઓ મહેન્દ્રને અમદાવાદ સિવિલમાં લઈ ગયા હતા.
’મા તે મા બીજા વગડાના વા’, માતાએ કિડની આપતા પુત્રને મળ્યું નવું જીવન - Gujarati News
વલસાડઃ એક મા 100 શિક્ષકોની ગરજ સારે છે. મા માટે એનું સંતાન ભલે ગમે તેવું હોય પણ જનેતાએ પોતાના સંતાન માટે જીવ પણ ન્યોછાવર કરી દેવામાં ક્યારે ક્ષણ ભરનો વિલંબ કરતી નથી. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. ધરમપુર તાલુકાના નાની વાહિયાળ ગામે છેલ્લા 1 વર્ષથી કિડનીની બીમારીથી પીડાતા પરિવારના 1 માત્ર પુત્રને એની સગી જનેતાએ પોતાની કિડની દાન આપીને મૃત્યુના મુખમાંથી પરત ખેંચી લઈ આવી છે. જોકે આ પરિવારની સ્થિતિ એટલી હદે નબળી છે કે તબીબે ઓપરેશન બાદ બંનેને કામ કરવાની સ્પષ્ટના કહી હોવા છતાં ઘર પરિવારની જવાબદારીને લઈને મા અને પુત્ર બન્નેએ મજબૂરી વશ કામે જવું પડી રહ્યું છે.
જ્યાં સતત 1 વર્ષ સુધી તેને ડાયાલિસિસ કરવામાં આવ્યું અને કિડની કોઈની મળે એવી કોઈ શકયતાના જણાતા આખરે મહેન્દ્રની માતા કાંતાબેન ભીખુભાઇ રોહિતે પોતાના સંતાનને નવજીવન આપવાનું મનોમન નક્કી કરી લઈ પોતાની કિડની દાનમાં આપવાનો નિર્ણય કર્યો અને આખરે 1 માસ બંનેની ટ્રીટમેન્ટ બાદ 9 ફેબ્રુઆરીના રોજ કાંતાબેને પોતાની એક કિડની તેમના પુત્ર મહેન્દ્રને આપી ઓપરેશન સફળ રહ્યું હતું.ત્યારબાદ સતત 6 માસ સુધી બંને માતા પુત્ર હોસ્પિટલના બિછાને હોય કમાવવાવાળું કોઈના રહેતા ઘરમાં આર્થિક તંગી ખૂબ મોટી ઉભી થવા ને કારણે એક સમય એવો આવ્યો કે ઘરમાં અનાજના પણ ફાંફા થઈ ગયા હતા.
ગામના લોકો સમાજના લોકોએ તેમને મદદ કરી જે બાદ હવે માતા -પુત્ર બંને સ્વસ્થ છે મહેન્દ્રને પત્ની અને 1 પુત્ર પણ છે. જેથી ઘર ચલાવવા માટે મજબૂરી વશ પણ મહેન્દ્રએ નોકરી કરવી પડે હોવાથી હાલ માતા અને પુત્ર એક કિડની હોવા છતાં પણ આર્થિક તંગીને પોંહચી વળવા માટે નોકરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે આ પરિવારને હજી પણ મદદની જરૂર છે.ત્યારે જો સંતાન માટે સ્નેહની બાબત હોય તો એ માટે ભગવાન કરતા પણ ઉંચુ સ્થાન હોય તો તે માતાનું છે.આવી જનેતાને લઈને જ આજે પણ સમગ્ર સૃષ્ટિમાં સ્નેહ અવિરત વ્યાપી રહ્યો છે.