ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં સાયબર ક્રાઇમને લઈ લોકોમાં જાગૃતિ લાવવા પોલીસે મથકમાં ખાસ સાઈન બોર્ડ મૂક્યાં - Valsad Police

સાઇબર ક્રાઇમના ગુના બનતા અટકાવવા વલસાડ પોલીસ દ્વારા એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. દરેક પોલીસ મથકમાં ખાસ જનજાગૃતિના સાઈન બોર્ડ મૂકામાં આવ્યા છે. જેથી સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવી શકાય

વાપીમાં સાયબર ક્રાઇમના ગુનામાં લોકો જાગૃત બને, પોલીસ મથકમાં ખાસ સાઈન બોર્ડ મૂક્યાં
વાપીમાં સાયબર ક્રાઇમના ગુનામાં લોકો જાગૃત બને, પોલીસ મથકમાં ખાસ સાઈન બોર્ડ મૂક્યાં

By

Published : Oct 20, 2020, 2:22 PM IST

  • સાઇબર ક્રાઇમના ગુનામા જાગૃતતા લાવવા પોલીસે મથકમાં ખાસ સાઈન બોર્ડ મૂક્યાં
  • તહેવારોને ધ્યાને રાખી પેટ્રોલિંગની કામગીરી હાથ ધરાઇ
  • સાયબર ક્રાઇમના ગુનાઓમાં ઉછાળો

વલસાડઃ વાપી વિસ્તારમા સાઇબર ક્રાઇમના ગુના બનતા અટકે લોકોમાં આ અંગે જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્યથી વલસાડ પોલીસે દરેક પોલીસ મથકમાં ખાસ જનજાગૃતિના સાઈન બોર્ડ મૂક્યાં છે અને તહેવારોને ધ્યાને રાખી ફૂટ પેટ્રોલિંગ, વાહન પેટ્રોલિંગની કામગીરી હાથ ધરી છે.

પોલીસ મથકમાં સાઇન બોર્ડ

હાલમાં ડિજિટલ ઈકવિપમેન્ટની વધતી માંગ સાથે સાયબર ક્રાઇમના ગુનાઓમાં પણ ઉછાળો આવ્યો છે. ત્યારે લોકો આવા સાયબર ક્રાઈમ સામે જાગૃત બને તે માટે સાયબર ક્રાઈમ સંબંધિત ગુનાના વિવરણ સાથેના સાઈન બોર્ડ દરેક પોલીસ મથકમાં મુકવામાં આવ્યા છે.

ગુજરાત સરકારની અનોખી પહેલ

ગુજરાત રાજ્યમાં બનતા સાયબર ક્રાઇમના ગુનાઓને અટકાવવા ગુજરાત સરકારે દરેક પોલીસ મથકમાં ખાસ જનજાગૃતિના સાઈન બોર્ડ મુકવાની અનોખી પહેલ કરી છે. ગુજરાત સરકાર દ્વારા આ અંગે આપવામાં આવેલી વિગતો મુજબ દર 06 માંથી એક તરુણીને ઇન્ટરનેટ પર સાઇબર બુલિંગનો ખતરો છે. જેમાં જાણી અજાણી વ્યક્તિઓ facebook, whatsapp જેવા સોશિયલ મીડિયા કે, વેબસાઈટના માધ્યમથી હેરાન પરેશાન કરે છે.

વાપીમાં સાયબર ક્રાઇમને લઈ લોકોમાં જાગૃતિ લાવવા પોલીસે મથકમાં ખાસ સાઈન બોર્ડ મૂક્યાં

સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટી અફવાઓ

સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈનું અપમાન કે ખોટી અફવા ફેલાવી બદનામ કરે છે. કેટલાક નોકરીની, ઈન્સ્યોરન્સની, લોનની લોભામણી જાહેરાત આપી નાણાં ખંખેરે છે. ઇનામ લોટરીના લોભામણા પ્રલોભન આપે છે. બેન્ક એકાઉન્ટ નંબર મેળવીને કે ઓટીપી દ્વારા નાણાં પડાવે છે. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, ઓનલાઇન શોપિંગ કે લગ્ન વિષયક જાહેરાતો આપી ઓનલાઈન છેતરપિંડી આચરે છે.

જેમાં લોકો સચેત રહે અને આવા ગુના સંબંધે 100 નંબર ડાયલ કરી પોલીસની મદદ મેળવી શકે છે એ માટે આ લોક જનજાગૃતિના સાઈન બોર્ડ દરેક પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હોવાનું વાપી ડિવિઝનના dysp વીરભદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.


ABOUT THE AUTHOR

...view details