ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી - તૌકતે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા

તૌકતે વાવાઝોડાએ વલસાડને પણ ઘમરોળ્યું હતું. આ જિલ્લામાં પણ વાવાઝોડાના કારણે ખૂબ જ નુકસાન થયું હતું. આ નુકસાનની સમીક્ષા કરવા માટે 4 પ્રધાનોની નિમણૂક કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે વલસાડ જિલ્લામાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકર આવ્યા હતા. અહીં તેમની અધ્યક્ષતામાં નુકસાન અને વળતર અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ સાથે જ જિલ્લામાં અંદાજિત 4,671 ખેડૂતોને ખેતીમાં અસર થઈ હોવાનું સરવેમાં બહાર આવ્યું હતું.

વલસાડમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી
વલસાડમાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે તૌકતે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરી

By

Published : May 27, 2021, 3:33 PM IST

  • વલસાડ જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે થયું નુકસાન
  • જિલ્લામાં રાજ્યપ્રધાન રમણલાલ પાટકરે યોજી સમીક્ષા બેઠક
  • વાવાઝોડાથી 4,671 ખેડૂતોને ખેતીમાં અસર થઈ હોવાનું સામે આવ્યું
  • અસરગ્રસ્તોને 7 દિવસમાં તમામ સહાય પહોંડાવાનું આયોજન કરાયું

વલસાડઃ જિલ્લામાં તૌકતે વાવાઝોડાના કારણે થયેલા જિલ્લામાં નુકસાનની સમીક્ષા કરવા 4 પ્રધાનોની નિમણૂક કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે વલસાડ જિલ્લામાં વન અને આદિજાતિ વિકાસના પ્રધાન રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં નુકસાન અને વળતરની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લામાં અંદાજિત 4,671 ખેડૂતોને ખેતીમાં અસર થઈ હોવાનું સરવેમાં બહાર આવ્યું હતું.

આ પણ વાંચો-સી.આર.પાટીલે વાવાઝોડાથી અસરગ્રસ્‍ત બનેલા ઉના- ગીર ગઢડા પંથકના ગ્રામ્‍ય વિસ્‍તારોની લીધી મુલાકાત


રાજ્યના 4 પ્રધાનની નિમણૂક કરી ત્વરિત સહાય મળે તે મુજબ પ્રયાસ કરાય છેઃ પ્રધાન

જિલ્લામાં વાવાઝોડાની થયેલી અસરમાં અસરગ્રસ્તોને સહાય મળે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્ત જિલ્લાઓમાં સમીક્ષા બેઠક કરવા માટે 4 જેટલા પ્રધાનોની નિમણૂક કરવામાં આવી હતી, જે અંતર્ગત આજે વલસાડ જિલ્લામાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકરે એક સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં દરેક વિભાગના સરકારી અધિકારીઓ જોડાયા હતા અને સમગ્ર જિલ્લામાં થયેલી નુકસાની અંગેનો ચિતાર આ સમીક્ષા બેઠકમાં રજૂ કરવામાં આવ્યો હતો. બેઠક દરમિયાન જિલ્લામાં સૌથી વધુ નુકસાન ખેતીવાડી ધરાવતા ખેડૂતોને થયું હોવાનું બહાર આવ્યું છે.

આ પણ વાંચો-રાજ્યસભાના સાંસદ જુગલજી ઠાકોરે ઢુંવા ગામની મુલાકાત લીધી

તમામ ખેડૂતોને સહાય મળે તેવી વ્યવસ્થા કરાઈ

વાવાઝોડાની નુકસાની અને વળતર અંગે યોજાયેલી સમીક્ષા બેઠકમાં રાજ્યકક્ષાના પ્રધાન રમણલાલ પાટકર દ્વારા બેઠક બાદ માહિતી આપતા જણાવ્યું હતું કે,જિલ્લામાં વાવાઝોડા બાદ કરવામાં આવેલા પ્રાથમિક સરવેમાં 4,671 જેટલા ખેડૂતો અસરગ્રસ્ત હોવાનું બહાર આવ્યું છે. આ તમામ ખેડૂતોને સહાય મળે તે માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે અને ખેડૂતોને સાત દિવસમાં તેની સહાય મળે તે રીતનું આયોજન પણ કરી દેવામાં આવ્યું છે.

વાવાઝોડાથી 4,671 ખેડૂતોને ખેતીમાં અસર થઈ હોવાનું સામે આવ્યું
જિલ્લામાં 33,000 હેક્ટરમાં કેરીનો પાક ફેલાયેલો છે

મહત્વનું છે કે, વાવાઝોડાના સમયે સૌથી વધુ નુકસાન આંબાવાડી ધરાવતા ખેડૂતોને થયું છે. વલસાડ જિલ્લામાં 33,000 હેકટરમાં કેરીનો પાક ફેલાયેલો છે, જેમાં અંદાજિત 7,000 હેક્ટર જેટલું કેરીના પાકને નુકસાન થયું હોવાનું અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. આ તમામ ખેડૂતોને સહાય મળે તે માટે પ્રધાન દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અને 7 દિવસમાં આ તમામ અસરગ્રસ્તોને સહાય મળે તે માટેની ચર્ચાઓ સમીક્ષા બેઠકમાં કરવામાં આવી છે.

6 તાલુકાઓમાં જે ઘરને નુકસાન થયું છે તેમને ત્વરિત વળતર પહોંચાડવા સૂચન

વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લાના ધરમપુર કપરાડા ઉમરગામ પારડી વાપી જેવા 6 તાલુકાઓમાં અને કાચા ઘરોને નુકસાન પહોંચ્યું છે. સાથે સાથે અનેક સિમેન્ટના પતરાં ધરાવતા ઘરોના પતરાં પણ ઉડી ગયા છે, જેના કારણે લોકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે આવા લોકોને ત્વરિત સરકારી સહાય મળે એવા હેતુથી આજની સમીક્ષા બેઠકમાં નુકસાની અને નુકસાની બાદ વળતર ચૂકવવા સૂચન પણ કર્યું છે.

ABOUT THE AUTHOR

...view details