ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં વરસાદ પાછો ખેંચાતા ખેતી માટે ખેડૂતો શોધી રહ્યા છે વૈકલ્પિક રસ્તા - ડાંગરની ફેર રોપણી

દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાને ધરમપુર અને કાપરડા તાલુકાને ચેરાપુંજી તરીકે ગણવામાં આવે છે. અહીં ચોમાસા દરમિયાન 100 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાય છે. ગયા વર્ષે ચોમાસામાં કાપરડામાં 90 ઈંચ અને ધરમપુરમાં 81 ઇંચ વરસાદ નોંધાયો હતો. જોકે, જૂન અને જુલાઈ મહિનો ડાંગરની રોપણીનો સમય હોવાથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વર્ષે જૂનની 15 તારીખે વરસાદ શરૂ થયા બાદ જુલાઈમાં વરસાદ ખેંચાતા અત્યારે ડાંગરની ફેર રોપણી કરનારા ખેડૂતોની દશા બેઠી છે. ખેતર પાણી ભર્યા વિના રોપણી શક્ય નથી અને પાણી માટેના વૈકલ્પિક સ્રોતો શોધવા પડી રહ્યા છે.

વલસાડમાં વરસાદ પાછો ખેંચાતા ખેતી માટે ખેડૂતો શોધી રહ્યા છે વૈકલ્પિક રસ્તા
વલસાડમાં વરસાદ પાછો ખેંચાતા ખેતી માટે ખેડૂતો શોધી રહ્યા છે વૈકલ્પિક રસ્તા

By

Published : Jul 8, 2021, 3:01 PM IST

  • વલસાડ જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
  • ખેડૂતો ખેતી કરવા પાણીના વૈકલ્પિક રસ્તા શોધી રહ્યા છે
  • જુલાઈમાં ડાંગરની ફેર રોપણી કરવાની સિઝન છે પણ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં
  • ખેતી કરવા દરેક ખેડૂતો દ્વારા ખેતરમાં રોપણી કરવા ઈલેક્ટ્રિક મોટર કે પેટ્રોલ વોટરપંપ કે ડીઝલ મોટરનો ઉપયોગ
  • ડીઝલ-પેટ્રોલના ભાવ દઝાડતા મજબૂરીવશ ખેતીમાં વોટરપંપનો કરવો પડે છે ઉપયોગ
  • વરસાદ ખેંચાઈ જતા ડાંગર ની ફેર રોપણી કરનાર ખેડૂતોની હાલત દયનીય

વલસાડઃ જિલ્લામાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસાનો પ્રારંભ થતો હોય છે, પરંતુ આ વર્ષે પણ ચોમાસાનું આગમન થયા બાદ વરસાદ છેલ્લા 15 દિવસથી ખેંચાઈ જતા માત્ર વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતોની હાલત દયનીય બની છે. વલસાડ જિલ્લાના ધરમપુર અને કાપરડા જેવા તાલુકામાં માત્ર વરસાદ આધારિત ખેતી કરતા ખેડૂતો હાલ ચિંતામાં છે. કારણ કે, જુલાઈમાં દર વર્ષે ભરપૂર વરસાદ થતો હોય છે. પણ આ વર્ષે વરસાદ ન આવતા ડાંગરનું ધરૂં તૈયાર થઈ ગયા બાદ તેની ફેર રોપણી કરવાની હોય ત્યારે ખેતર પાણીથી લબોલબ ભર્યા બાદ રોપણી શક્ય બનતી હોય છે ત્યારે વરસાદ ન આવતા ખેડૂતોએ ખેતરમાં પાણી માટે અન્ય વિકલ્પો શોધવા પડી રહ્યા છે.

આ પણ વાંચોઃસાંબરકાંઠા: હિંમતનગરના ખેડૂતે ઈઝરાયેલી પદ્ધતિથી 1 એકરમાંથી મેળવ્યું 100 એકર જેટલું ઉત્પાદન

કૂવા, નદી કે નાળામાં ઈલેક્ટ્રિક મોટરો કે ડીઝલ-પેટ્રોલ વોટરપંપનો મજબૂરીમાં ઉપયોગ

વરસાદ ખેંચાતા ખેડૂતો માટે ડાંગરની રોપણી માટે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવાની ફરજ પડી રહી છે. એક તરફ વીજપંપની દ્વારા આપવામાં આવતો ખેતીવાડીનો વીજ પ્રવાહ નિયમિત ન આવતા ઈલક્ટ્રિક મોટર પણ શોભાના ગાંઠિયા સમાન બને છે, જેના કારણે મજબૂરીવશ પણ ખેડૂતોએ ડીઝલ કે પટ્રોલથી ચાલતા વોટર પંપનો ઉપયોગ કરવા મજબૂર બન્યા છે. પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને છે ત્યારે પાણી માટે પણ ડીઝલ-પટ્રોલની ખરીદી ઉંચા ભાવે કરી ખેતી કરવાની ફરજ પડી રહી છે.

જુલાઈમાં ડાંગરની ફેર રોપણી કરવાની સિઝન છે પણ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં

આ પણ વાંચોઃસમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચતા પાણીની અછત

જિલ્લામાં વર્ષ 2019માં સૌથી વધુ વરસાદ નોંધાયો

જિલ્લામાં ગયા ત્રણ વર્ષમાં વરસાદની વાત કરીએ તો, વર્ષ 2018માં વલસાડ તાલુકમાં 88.8 ઈંચ, પારડીમાં 81.36 ઈંચ, વાપીમાં 79.44 ઈંચ, ઉમરગામમાં 90.68 ઈંચ, ધરમપુરમાં 98.92 ઈંચ, કપરાડામાં 106.68 ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે વર્ષ 2019માં વલસાડમાં 112.88 ઈંચ, પારડીમાં 115.32 ઈંચ, વાપીમાં 137.24 ઈંચ, ઉંમરગામમાં 100.08 ઈંચ, ધરમપુરમાં 122.04 ઈંચ, કપરાડામાં 161.28 ઈંચ, વર્ષ 2020માં વલસાડમાં 86.68 ઈંચ, પારડીમાં 62.8 ઈંચ, વાપીમાં 73.80 ઈંચ, ઉંમરગામ 91.68 ઈંચ, ધરમપુરમાં 81.88 ઈંચ, કાપરડામાં 90.80 ઈંચ વરસાદ નોંધાયો છે.

જુલાઈમાં ડાંગરની ફેર રોપણી કરવાની સિઝન છે પણ વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો મુશ્કેલીમાં

વલસાડ જિલ્લામાં 6,905 હેક્ટરમાં ડાંગરનું વાવેતર નોંધાયું

જિલ્લામાં સામાન્ય રીતે જુલાઈ મહિનામાં ડાંગરના પાકનું વાવેતર થઈ જતું હોય છે. જોકે, દર વર્ષ કરતા આ વર્ષે કુલ 6,905 હેક્ટર વાવેતર નોંધાયું છે. વલસાડ જિલ્લાના વિવિધ તાલુકા અંતર્ગત વાવેતરની વાત કરીએ તો, ડાંગર માટે ધરમપુર તાલુકામાં 1,205 હેક્ટર, કપરાડા તાલુકામાં 2055 હેક્ટર, પારડી તાલુકામાં 895 હેક્ટર, ઉમરગામ તાલુકામાં 995 હેક્ટર, વલસાડ તાલુકામાં 1405 હેક્ટર, વાપી તાલુકામાં 350 હેક્ટર આમ કુલ 6,905 હેક્ટર જેટલું 3 જુલાઈ સુધીમાં વાવેતર નોંધાયું છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી માત્ર 10 ટકા જેટલી રોપણી થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. 17 જૂનથી સમયસર શરૂ થયેલું ચોમાસું વ્યાપક પ્રમાણમાં વરસાદ પડતો હોય છે, પરંતુ તાજેતરમાં ચોમાસા દરમિયાન અત્યાર સુધીમાં 10 ઈંચથી વધુ વરસાદ પણ પડ્યો નથી. તો ડાંગરની મુખ્ય પાકની વાવણી શરૂ થઈ ગઈ હતી, પરંતુ વરસાદ ખેંચાઈ જતા વાવણીનું કામ ખેડૂતોનું અટકી પડ્યું છે. તેમ છતાં પણ કેટલાક ખેડૂતોએ વૈકલ્પિક ધોરણે ઈલેક્ટ્રીક મોટો અને વોટર પંપના ઉપયોગ કરી વાવણી શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details