- 1મેથી થઇ વેક્સિનેશન ડ્રાઇવની શરૂઆત
- Vaccination શરૂ થાય તે પછી કોઈપણ વ્યક્તિ રક્તદાન ન કરી શકે
- રોલા ગામનારક્તદાન શિબિરમાં સી આર પાટીલે આપી હાજરી
વલસાડ : તારીખ 1 મેના રોજથી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કોરોના વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેના કારણે 18 વર્ષથી લઈને 45 વર્ષ સુધીના તમામ લોકોને વેક્સિન લગાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે, Vaccination શરૂ થાય તે પછી કોઈપણ વ્યક્તિ રક્તદાન કરી શકે તેમ નથી. જેના કારણે બ્લડ બેંકોમાં રક્તની અછત ઊભી ન થાય તેવા હેતુથી હાલ યુવાનો દ્વારા રક્તદાન કરવામાં આવી રહ્યું છે. ઠેરઠેર રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : વાપીના જાણીતા ઉદ્યોગપતિના જન્મદિવસે પરિવારજનોએ રક્તદાન શિબિરનું આયોજન કર્યું
રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યુંધારાસભ્ય ભરતભાઈ પટેલના સહયોગથી તેમજ વલસાડના રોલા ગામના સ્થાનિક યુવાનો અને આગેવાનોના સહયોગ દ્વારા આયોજિત કરવામાં આવેલા આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. જોકે, આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ રક્તદાન શિબિરમાં હાજરી આપી રક્તદાન કરનાર યુવાનોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
રક્તદાન શિબિરમાં સી. આર. પાટીલે આપી હાજરી
આ પણ વાંચો : વાપીમાં ઉદ્યોગોના કર્મચારીઓએ રક્તનું દાન કરી રક્તદાન શિબિરની સિલ્વર જ્યુબિલી ઉજવી
રક્તદાન શિબિરમાં 150 બોટલ યુનિટ રક્ત એકત્રિત કરવામાં સફળતા મળીવલસાડ નજીક આવેલા રોલા ગામે પ્રાથમિક શાળામાં ગઇકાલે વહેલી સવારથી જ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ રક્તદાન કર્યું હતું. બપોરે પૂર્ણ થયેલા આ રક્તદાન શિબિરમાં 150 બોટલ યુનિટ રક્ત એકત્રિત કરવામાં સફળતા મળી હતી. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વલસાડના ધારાસભ્ય ભરત પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, ભારતીય જનતા પાર્ટીના વલસાડના પ્રમુખ હેમંત કંસારા સહિત ભાજપના અનેક અગ્રણીઓએ હાજરી આપી હતી.