ગુજરાત

gujarat

ETV Bharat / state

કઢંગી હાલત ઝડપાયેલા પત્ની અને તેના પ્રેમીને પતિએ અર્ધનગ્ન હાલતમાં થાંભલા સાથે બાંધીને ફટકાર્યા - husband tied to a pole in a half naked condition

વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ-દાદરી ગામમાં પત્નીને અન્ય પુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ જનારા પતિએ બન્ને પ્રેમીઓને ઘરના થાંભલા સાથે અર્ધનગ્ન અવસ્થામાં બાંધીને માર મારતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. સમગ્ર મામલે ગામના લોકોએ પોલીસને જાણ કરતા ઇજાગ્રસ્ત મહિલા અને પુરુષને નનાપોન્ઢા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

પતિ પત્ની ઔર વો
પતિ પત્ની ઔર વો

By

Published : May 24, 2021, 3:47 PM IST

Updated : May 24, 2021, 7:24 PM IST

  • પતિએ પત્ની અને તેના પ્રેમીને થાંભલા સાથે બાંધીને માર માર્યો
  • વલસાડના પારડી તાલુકાના ચીવલ દાદરી ગામમાં 'પતિ પત્ની ઔર વો'ની ઘટના
  • પરસ્ત્રી સાથે સંબંધ રાખવાનું કાકડકોપર ગામના યુવાનને પડ્યું ભારે

વલસાડ : પતિની ગેરહાજરીમાં પરિણીતાએ પ્રેમીને મળવા બોલાવ્યા બાદ બન્નેને એકસાથે જોઈ જનારા મહિલાના પતિએ પોતાની પત્ની અને તેના પ્રેમીને ઘરના થાંભલા સાથે અર્ધનગ્ન અવસ્થામાં બાંધીને ઢોર માર માર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ચિવલ-દાદરી ગામની છે.

આ પણ વાંચો -ગાંધીનગરઃ વાસણા સોગઠીમાં ભાજપના જિલ્લા પંચાયતના સદસ્યને લગ્નેતર સંબંધ ભારે પડ્યો? ધારિયાથી હુમલો

બન્ને પ્રેમીપંખીડાઓને કામલીલા કરતા ઝડપાયા

પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતી બે સંતાનની માતા અને કાકડકોપર બારી ફળિયામાં રહેતા મુકેશ વચ્ચે આંખ મળી ગઈ હતી. બન્ને પ્રેમીપંખીડાઓએ બાદ અવારનવાર એકબીજાને મળીને પોતાની હવસ સંતોષતા હતાં. જે મુજબ રવિવારે મહિલાનો પતિ ઘરે ન હતો, તે સમયે મહિલા અને તેનો પ્રેમી એકબીજાને મળવા માટે કપરાડા તાલુકાના બાલચોંઢી ગામ ખાતે પોહચ્યાં હતા. આ અંગેની જાણ મહિલાના પતિ મંગુભાઇને થતાં તેમણે વોચ ગોઠવી બન્ને પ્રેમીપંખીડાઓને કામવાસનામાં લીપ્ત અને કઢંગી અવસ્થામાં ઝડપી લીધા હતા.

કઢંગી હાલત ઝડપાયેલા પત્ની અને તેના પ્રેમીને પતિએ અર્ધનગ્ન હાલતમાં થાંભલા સાથે બાંધીને ફટકાર્યા

આ પણ વાંચો -લગ્નેતર પ્રેમ સંબંધનો કરૂણ અંજામ, એક જ દોરડે લટકી ટૂંકાવ્યું જીવન

થાંભલા સાથે અર્ધનગ્ન હાલતમાં બાંધીને માર્યો માર

પતિ મંગુભાઈ બન્ને પ્રેમીપંખીડાઓને કામ વાસનામાં લીપ્ત જોઈ ગયા બાદ પોતાનો ગુસ્સો કાબૂમાં રાખી શક્યા ન હતા. ગુસ્સે ભરાયેલા મહિલાના પતિ મંગુભાઈએ બન્ને પ્રેમીપંખીડાઓને પોતાના ઘરે ચીવલ દાદરી ફળિયા ખાતે લાવીને ઘરના ઓટલે થાંભલા સાથે અર્ધનગ્ન હાલતમાં બાંધી માર માર્યો હતો. જેની બુમાબુમ સાંભળીને આસપાસના લોકો એકઠા થયા હતા. જેમને સમગ્ર ઘટનાની જાણ પોલીસ મથકમાં કરી હતી.

આ પણ વાંચો -ફરી એક વખત ‘પતિ પત્ની ઔર વો’...પત્નીએ નોંધાવી પોલીસ ફરિયાદ

યુવાનના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ

ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ સાથે જ ઇજાગ્રસ્ત પ્રેમીઓને 108 મારફતે નાનાપોન્ઢાની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે સમગ્ર મામલે પતિએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પણ તજવીજ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, કાકડકોપર ગામે બારી ફળિયામાં રહેતા મુકેશભાઈ સુરેશભાઈના અર્ધનગ્ન હાલતના ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. બીજી તરફ 'પતિ પત્ની ઔર વો'ના આ કિસ્સાએ હાલ કપરાડાના બાલચોંઢી અને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જગાવી છે.

આ પણ વાંચો -જામનગરના ધ્રોલમાં 'પતિ પત્ની ઔર વો...નો કિસ્સો', પોલીસે કરી હત્યારા પતિની ધરપકડ

Last Updated : May 24, 2021, 7:24 PM IST

ABOUT THE AUTHOR

...view details