ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે હોલિકા દહન

બુરાઈ પર અચ્છાઈના વિજયનું પ્રતીક મનાતા હોળી પર્વની વાપીમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ વખતે કોરોના કાળને ધ્યાને રાખી આયોજકોએ પૂજા અને ચઢાવા પર મનાઈ ફરમાવી ફરજિયાત માસ્ક સાથે લોકો હોળી માતાની પ્રદક્ષિણા કરી શકે તે પ્રકારનું આયોજન કર્યું હતું. વાપીમાં 200 વર્ષથી ઉજવાતા હોલિકા દહન નિમિત્તે લોકોએ દેશમાંથી કોરોના જલ્દી નાબૂદ થાય તેવી પ્રાર્થના હોલિકા માતા પાસે કરી હતી.

કોરોનાને દેશમાંથી દૂર કરે તેવી કરી પ્રાર્થના
કોરોનાને દેશમાંથી દૂર કરે તેવી કરી પ્રાર્થના

By

Published : Mar 28, 2021, 10:35 PM IST

  • વાપીમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે હોલિકા દહન
  • લોકોએ માસ્ક પહેરી હોલીમાતાની કરી પ્રદક્ષિણા
  • કોરોનાને દેશમાંથી દૂર કરે તેવી કરી પ્રાર્થના

વલસાડ: જિલ્લાના વાપીમાં કોરોના કાળમાં પણ લોકોએ ઉત્સાહભેર હોલિકા દહન કરી હોળીમાતાની પૂજા કરી હતી. વાપીમાં અંદાજીત 200 વર્ષથી અનાવિલ સમાજ દ્વારા હનુમાન મંદિર ચોકમાં હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવાતો આવ્યો છે. આ વર્ષે કોરોના કાળને ધ્યાને રાખી સરકારી ગાઈડલાઈન મુજબ હોલિકા દહન અને પૂજા અર્ચના કરવામાં આવી હતી.

લોકોએ માસ્ક પહેરી હોલીમાતાની કરી પ્રદક્ષિણા

ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજાયો

વાપીમાં હનુમાન મંદિર ચોક ખાતે અનાવિલ સમાજ દ્વારા દર વર્ષે ભવ્ય હોલિકા દહનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વખતે કોરોના સંક્રમણની સરકારી ગાઈડલાઈનને ધ્યાને રાખીને હોલિકા દહન કરવામાં આવ્યું છે. આ અંગે આયોજક અનિલ દેસાઈએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ગત આખું વર્ષ કોરોનામાં ગયું અને ફરી આ વર્ષે પણ કોરોનાએ માથું ઉંચકયું છે. અહીં છેલ્લા 200 વર્ષથી અનાવિલ સમાજ દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે. દર વર્ષે ભક્તો પૂજા અને ચઢાવો પણ ચઢાવી શકે તે પ્રકારે વિશેષ આયોજન કરવામાં આવે છે, પરંતુ આ વખતે કોરોના ગાઈડલાઈનને ધ્યાને રાખી હોળી ફરતે કોર્ડન કરી માત્ર પ્રદક્ષિણા કરી શકે તે પ્રકારનું આયોજન કર્યું છે.

વાપીમાં કોરોનાની ગાઈડલાઈનના પાલન સાથે હોલિકા દહન

આ પણ વાંચો:કચ્છમાં હોળી અને ધુળેટી દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા પોલીસવડાનો અનુરોધ

હોળીની જ્વાળાના આધારે ચોમાસાની આગાહી કરવામાં આવે છે

અનિલ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, હોળી પર્વ ખેડૂતો માટે મહત્વનું પર્વ મનાય છે. હોળીની જ્વાળાને આધારે ચોમાસું કેવું જશે તેના વર્તારા કાઢી એ મુજબ ખેડૂતો ખેતી કરે છે, પરંતુ આ વખતે કોરોનાને કારણે જોઈએ તેવા આયોજન સાથે હોળી પર્વ ઉજવી શક્યા નથી એટલે હોળી માતા પાસે પ્રાર્થના છે કે કોરોનાને જલ્દી નાબૂદ કરે અને વર્ષોથી જે રીતે પર્વની ઉજવણી કરવામાં આવે છે તે મુજબ આવતા વર્ષે હર્ષોલ્લાસ સાથે પર્વની ઉજવણી કરી શકાય.

આ પણ વાંચો:કોરોના વાયરસના વધતા સંક્રમણ પગલે વડતાલધામનો રંગોત્સવ રદ કરાયો

કોરોના કાળમાં પણ હોલિકા દહન ફરતે પ્રદક્ષિણા કરવાની તક મળી

હોલિકા દહનમાં પૂજા અને પ્રદક્ષિણા કરવા આવેલા ભક્તોએ ETV ભારત સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આ વખતે પૂજા કરી નથી શક્યા, પણ કોરોના કાળમાં હોલિકા દહન ફરતે પ્રદક્ષિણા કરવાની તક મળી છે. એ પણ ખૂબ સારી વાત છે. અહીં દર વર્ષે ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવે છે, ત્યારે દેશની જનતાને હોળીમાતા કોરોના વાઈરસથી બચાવે કોરોનાને નાબુદ કરે તેવી પ્રાર્થના કરી છે.

હોળીમાતા પાસે પરિવારની સુખ-શાંતિ માટે પૂજા કરી

હોળી પર્વને બુરાઈ પર અચ્છાઈના વિજયના પ્રતીક તરીકે મનાવવામાં આવે છે સાથે જ હોળીની જ્વાળાને આધારે ચોમાસુ કેવું જશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. બહેનો શ્રીફળ, દાળિયા, ખજૂર, ધાણી હોળીની જ્વાળામાં નાખી પ્રદક્ષિણા કરી હોળીમાતા પાસે પરિવારની સુખ-શાંતિની કામના કરી પૂજા કરે છે. જો કે કોરોનાની ગાઈડલાઈનને કારણે દર વર્ષની સરખામણીએ આ વખતે ભક્તોને પ્રદક્ષિણા સહિત પૂજા કરવાની જેટલી તક મળી છે તેનાથી પણ સંતોષ માની હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

ABOUT THE AUTHOR

...view details