વલસાડઃ વલસાડમાં છેલ્લા બે દિવસથી બારે મેઘખાંગા થયા છે. વલસાડની દરેક લોકમાતાઓ કોલક, પાર, દમણગંગા અને ઔરંગા નદીઓ બંને કાંઠે વહી રહી છે. એવામાં ગઈ રોજ મોડી રાત્રે વલસાડ નજીકમાં આવેલા લીલાપોર અને વેજલ પોર ગામના ચક્રી ફળીયામાં 15થી 20 ઘરોમાં વરસાદ પાણી ઘુસી જતા લોકોને મુશ્કેલી વધી ગઈ હતી.
વલસાડના લીલાપોર-વેજલપોરના મકાનોમાં ઘૂસ્યા પાણી, લોકોને ભારે હાલાકી - rain news
વલસાડ જિલ્લામાં મેઘરાજાએ બેટિંગ શરૂ કરી હતી. જેના કારણે શહેરના કેટલાક રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. વલસાડ તાલુકાના લીલાપોર તેમજ વેજલપુર ગામના ચક્રી ફળિયા ખાતે લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાયા હતા. મોડી રાત્રે વરસાદી પાણી ઘરોમાં ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અંદાજીત 15 જેટલા ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા લોકોએ ઘરની બહાર રહી રાત વિતાવવાનો વારો આવ્યો છે.
ભારે વરસાદને લઈ વરસાદી પાણી લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હાવાથી લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. ઉપરવાસમાં વરસાદને પગલે નદીના પાણી વધતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. ચક્રી ફળિયાના 15 ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા લોકો ઘરની બહાર રાત વિતાવવા મજબુર બન્યા હતા.
આ સમગ્ર બાબતે સ્થનિકોએ સરપંચને વરસાદી પાણીના નિકાલ કરવા માટેની જાણકારી આપી હતી, પરંતુ કોઈ નિકાલ કરવામાં ન આવતા લોકોની હાલાકીમાં વધારો જોવા મળ્યો હતો. 65થી 70 જેટલા સ્થાનિકો મુશકેલીમાં મુકાયા છે. ઉલ્લેકનીય છે કે, મુશ્કેલીના સમયમાં સ્થાનિક લોકો તંત્ર પાસે પાણી નિકાલ કરી આપવા માટેની માંગ કરી રહ્યાં છે.