વલસાડઃ જિલ્લાના ધરમપુર અને કપરાડા વિસ્તારમાં આવેલા અનેક હિલ વિસ્તાર હિમાચલ પ્રદેશ હોય કે ઉટી જેવા અનેક પર્યટન સ્થળોને ટક્કર મારે એવા છે. અહીં ચોમાસા દરમિયાન પર્યટન સ્થળ તરીકે વિકાસ થઇ શકે એમ છે, પરંતુ વહીવટી તંત્ર હજુ સુધી અંતરિયાળ ગામોમાં આવેલા આવા સ્થળો સુધી પહોંચ્યું નથી.
ધરમપુરના પિંડવલમાં આવેલા વિલ્સન હિલ હોય કે વાઘવડમાં આવેલા શંકર ધોધ કે પછી ખપાટીયા તુતર ખેડ વિસ્તારમાં આવેલી નદીઓ જે પર્વતોની વચ્ચેથી સર્પાકારે પસાર થાય છે. આ રમણીય કુદરતી સૌદર્યને માણવા માટે અનેક પ્રકૃતિ પ્રેમીઓ ઉત્સાહિત હોય છે. જેની શનિવાર અને રવિવારે આ સ્થળોની મુલાકાત લેવા માટે આવે છે. મોટાભાગે સુરત કે નવસારીથી લોકો અહીં આવે છે.