વલસાડઃ ખેડા સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવનાર માજી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન ઉત્તમભાઈ હરજીભાઈ પટેલની પુણ્યતિથિએ તેમજ સર્વમંગણાર્થે ડુમલાવ મંગળ ફળીયામાં 26 તારીખથી હનુમંત પારાયણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં નવસારી જિલ્લાના વાંઝણા મેલડી ધામના કથાકાર વિજયબાપુ દ્વારા તેમની આગવી શૈલીમાં સંગીતમય વાણીમાં પ્રારંભ થયો છે.
વલસાડમાં પૂર્વ પ્રધાનની પૂણ્યતિથિએ હનુમાન કથાનું આયોજન કરાયુ - Hanuman katha organized in valsad
વલસાડ જિલ્લામાં ખેડા સત્યાગ્રહમાં મહત્વની ભૂમિકા ભજવનાર માજી કેન્દ્રીય ગ્રામીણ વિકાસ પ્રધાન સ્વ.ઉત્તમભાઈ હરજીભાઈ પટેલની બીજી પુણ્યતિથિ નિમિત્તે હનુમાન કથાનું આયોજન પારડી તાલુકાના ડુમલાવ ગામે કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસપીઠ પરથી વાંઝણા મેલડી માતા મંદિરના કથાકાર વિજયબાપુ દ્વારા સંગીતમય વાણીમાં કરવામાં આવી રહી છે.
વલસાડ
આજે મોટી સંખ્યામાં કથા સાંભળવા માટે શ્રોતાજનો ઉપસ્થિત રહ્યા હતા મહત્વનું છે કે, કથાના દિવસો દરમ્યાન મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે.