વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘ મહેર યથાવત છે, આજે પણ સતત મેઘરાજા એ તોફાની બેટિંગની શરુઆત સવારે 7 વાગ્યા થી શરૂ થઈ હતી. જેને પગલે કપરાડા અને ધરમપુર માં સવારે 6 થી 10 દરમિયાન 4 ઇંચ જેટલો વરસાદ પડતાં કોલક નદી બંને કાંઠે વહી હતી. કોલક નદી ઉપર બનેલા અનેક નીચાણવાળા બ્રિજ ઉપર થી પાણી ફરી વળ્યાં હતા. જેમાં અંભેટી ગામે રાય વાડી ફળીયા અને અંબાચ ને જોડતો બનેલો કોઝવે કમ બ્રિજ ઉપર કોલક નદીના પાણી ફરી વળ્યાં હતા. તો બંને ગામનો વચ્ચે સંપર્ક પણ કપાયો હતો.
વલસાડ જળબંબાકાર, કોલક નદીમાં ઘોડાપૂર આવતા લોકો બન્યા સંપર્ક વિહોણા
વલસાડઃ વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાની મેઘમહેર યથાવત છે, ત્યારે સમગ્ર જિલ્લામાં નદી-નાળા છલકાઈ ગયા છે. હજુ પણ હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આજે વરસેલા વરસાદમાં જિલ્લાના અંભેટી ગામેથી રાઈ ફળિયાને જોડતા કોલક નદીના બ્રિજ ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં હતાં. જેથી સમગ્ર વિસ્તારનો સંપર્ક વિહોણો બન્યો છે. હવે સામે પાર રહેલા રાઈવાડી ફળીયાના લોકો બ્રિજ ઉપર પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા હતાં
sdfdg
સ્થાનિકોએ જણાવ્યું કે દર વર્ષે બ્રિજ નીચો હોવાને કારણે વરસાદના સમયે નદીમાં પાણીની આવક થતા આ પ્રકારની સમસ્યાઓ ઉભી થાય છે. તો ગત વર્ષે બ્રિજનો એક તરફનો ભાગ ધોવાઈ ગયો હતો. જેને સ્થાનિક યુવકોએ સ્વંય સુધાર્યો હતો આમ દર વર્ષે અહીં લોકોની સ્થિતિ ચોમાસા દરમ્યાન દયનિય બને છે.