વલસાડ: શુક્રવાર સાંજથી શરૂ થયેલો (gujarat rain update) વરસાદ શનિવારે સવારે સુધી અવિરત વર્ષી રહ્યો (Heavy Rain in Valsad) છે. છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ જેટલો સાબેલાધાર વરસાદ વરસતા અનેક મુખ્ય માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતાં. વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને વલસાડના રેલવે અંડર બ્રીજમાં વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને આવનજાવન માટે મુશ્કેલી પડી હતી.
આ પણ વાંચો:અષાઢી બીજના શુકન : સૌરાષ્ટ્ર પંથક પર મેઘરાજાની સવારી, ક્યાં કેટલો વરસાદ વરસ્યો જૂઓ
વલસાડ જિલ્લો પાણી પાણી:અચાનક આવેલા ખેતીલાયક વરસાદને પગલે ખેડૂતો હાલ તો ગેલમાં આવી ગયા છે. ડાંગર લાયક વરસાદ શરૂ થતાં ખેડૂતો ખેતરમાં જોતરાયા છે. 24 કલાકમાં વરસાદે વલસાડ જિલ્લામાં પાણી પાણી કરી દીધું. વલસાડ ડિઝાસ્ટર વિભાગના આંકડા ઉપર નજર કરીએ તો વલસાડમાં વિવિધ 6 તાલુકામાં ઉમરગામમાં 2.52 ઇંચ, કપરાડા 1.44 ઇંચ, ધરમપુર 2.2 ઇંચ, પારડી 4.32 ઇંચ, વાપી 4 ઇંચ વરસાદ નોંધાયો છે.