- ગુજરાત-મહારાષ્ટ્ર સરહદે વિવાદ
- વલસાડ કલેક્ટરે આપ્યા તપાસના આદેશ
- વેવજી ગ્રામ પંચાયત અને સોળસુંબા ગ્રામ પંચાયત વચ્ચે વિવાદ
વલસાડઃ જિલ્લાના સોળસુંબા ગ્રામ પંચાયતે મહારાષ્ટ્રના વેવજી ગ્રામ પંચાયતની હદમાં સ્ટ્રીટ લાઈટ નાખી અતિક્રમણ કર્યું હોવાની રાવ વેવજી ગ્રામ પંચાયતે કરતા ગુજરાત મહારાષ્ટ્રની સરહદે સરહદી વિવાદ છેડાયો છે. સર્વે નંબર 204, અને સર્વે નંબર 173 આ પ્લોટ બને રાજ્યની હદમાં આવતા હોય એક ત્રિકોણાકાર આકારના ટુકડામાં લગાવેલી સ્ટ્રીટ લાઈટ વિવાદનું કારણ બન્યું છે. જે અંગે ત્રણ દિવસમાં તપાસ કરી યોગ્ય ઉકેલનો વલસાડ કલેકટરે આદેશ આપ્યો છે. જો કે જાણકારોના મતે મુખ્ય વિવાદ જમીનને લઈને છે. જેની યોગ્ય તપાસ થાય તો કરોડોનું સરહદી જમીન કૌભાંડ પણ બહાર આવી શકે છે.
જમીન વિવાદ મુદ્દો
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું સોળ સુંબા ગામ અને મહારાષ્ટ્ર રાજ્યના પાલઘર જિલ્લાનું વેવજી ગામ સરહદી ગામ છે. અહીં વેવજી ગ્રામ પંચાયતની સર્વે નંબર 204ની જમીન અને સોળ સુંબા ગ્રામ પંચાયતની સર્વે નંબર 173 વાળી જમીન બંને રાજ્યોની સરહદમાં છે. અહીં સોળ સુંબા ગ્રામ પંચાયતે પોતાની હદની જમીનમાં સ્ટ્રીટ લાઈટ લઈ જવા માટે વેવજી ગ્રામ પંચાયતની હદમાં પણ 10 જેટલા વીજ પોલ ઉભા કરી દેવામાં આવ્યા છે. જેને લઈને વિવાદ છેડાયો છે. જે અંગે વલસાડ કલેકટરે પાલઘર કલેક્ટર સાથે વાતચીત કરી વલસાડ DDO અને પ્રાંત અધિકારીને સ્થળ તપાસ કરી ત્રણ દિવસમાં રિપોર્ટ સુપ્રત કરવાનો આદેશ કર્યો છે. સમગ્ર વિવાદ સ્ટ્રીટ લાઈટના થાંભલાને કારણે હોવાનું વેવજી ગામના તલાટી મંગેશ પાટિલનું કહેવું છે. તેમના જણાવ્યા મુજબ સોળ સુંબા ગ્રામ પંચાયતે વેવજી બોરીગાંવ તરફના રસ્તે અને ઉમરગામ તલાસરી રોડ પર સ્ટ્રીટ લાઈટો નાખી છે. તેમાં વેવજી બોરીગાંવ તરફના રસ્તે નાખેલી સ્ટ્રીટ લાઇટની મંજૂરીને લઈને આ વિવાદ ઉભો થયો છે.
લોકહિતનું કાર્ય વિવાદનું કારણ બન્યું