વલસાડજિલ્લાની કુલ 5 વિધાનસભા બેઠકોમાંથી વલસાડ અને ધરમપુર (Sens process in Valsad) બેઠક માટે ભાજપના નિરીક્ષકો દ્વારા દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. જેને લઈને વલસાડના શ્રીજી પાર્ટી પ્લોટમાં દાવેદારો, તેમના ટેકેદારો અને સમર્થકો ઉમટી પડ્યા હતા. વલસાડમાં ભરત પટેલ બે ટર્મથી ધારાસભ્ય છે અને આ વખતે તેઓએ સતત ત્રીજી વખત દાવેદારી કરી હતી. પોતાના કામને લઈને પાર્ટી ત્રીજી વખત પણ તેમને ટિકિટ આપશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.(Valsad candidates list)
વલસાડની 5 વિધાનસભા બેઠક માટે દાવેદારોની લાંબી લાઈન બેઠક પર ટીકીટ માટે લાઈનભરત પટેલની સાથે વલસાડ બેઠક પર 27થી વધુ દાવેદારો ટિકિટ માંગવા લાઈનમાં લાગ્યા હતા. જેમાં મજબૂત દાવેદારોની વાત કરીએ તો ,વલસાડ નગર પાલિકાના પૂર્વ પ્રમુખ, ક્રેડાઇના સેક્રેટરી અને ભાજપના કોષાધ્યક્ષ રાજેશ ભાનુશાલી, વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ આનંદ પટેલ, પાલિકાના પૂર્વ પ્રમુખ સોનલ સોલંકી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પ્રવિણા પટેલે માંગી ટિકિટ હતી. આમ વલસાડ વિધાનસભા બેઠક પર ભાજપમાંથી ટિકિટ માટે 20થી વધુ દાવેદારો તૈયાર થતા પાર્ટીનું આંતરિક રાજકારણ પણ ગરમાયું હતું. (Gujarat assembly election)
પારડીમાં 13 દાવેદાર લાઈનમાંપારડી વિધાનસભા બેઠક પર વર્તમાન ધારાસભ્ય અને નાણાંપ્રધાન કનુ દેસાઈની સાથે 13 લોકોએ દાવેદારોની લાઈનમાં સેન્સ પ્રક્રિયામાં હાજર રહ્યા હતા. પારડી વિધાનસભા બેઠક રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈની બેઠક છે. આ બેઠક પર તેઓ 2012થી જીતતા આવ્યા છે. હાલમાં તેમણે નાણાપ્રધાનનો હવાલો સાંભળ્યા બાદ આ વિસ્તારમાં અનેક અટકેલા વિકાસના કાર્યો કર્યા છે. જોકે તેમ છતાં આ બેઠક પર કનું દેસાઈ સિવાય રાજુ રાઠોડ, હાર્દિક શાહ, કમલેશ ગજાનંદ પટેલ, કિરણ પટેલ, શરદ ચંદ્ર નર્મદા શંકર ઠાકર, જીતેન્દ્ર ટંડેલ, નગીન પટેલ સહિતના 13 જેટલા દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જે તમામના ઉપસ્થિત નિરીક્ષકોએ સેન્સ લીધા હતાં.(Assembly seat in Valsad)
કપરાડામાં 4 લોકોએ દાવેદારી નોંધાવીનિરીક્ષકોમાં રાજ્યપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, પંચમહાલના પ્રભારી રાજેશ પટેલ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયના પટેલની નિરીક્ષકો તરીકેની ઉપસ્થિતિમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌ પ્રથમ કપરાડા વિધાનસભાના દાવેદારોના સેન્સ લેવામાં આવ્યા હતાં. કપરાડા વિધાનસભા મૂળ કોંગ્રેસ અને હાલમાં ભાજપ સરકારમાં પાણી પૂરવઠાનો હવાલો સાંભળતા ધારાસભ્ય જીતુ ચૌધરીનો ગઢ છે. આ બેઠક પર જીતુ ચૌધરીએ ફરી દાવેદારી નોંધાવી છે. તો તેની સાથે ભાજપના જુના જોગી કહેવાતા માધુ રાઉત ગુલાબ રાઉત, અને મુકેશ પટેલે પણ પોતાની દાવેદારી નોંધાવી છે. આ તમામ દાવેદારોને નિરીક્ષકોએ સાંભળ્યા હતાં. (candidates List in Valsad)
ધરમપુર બેઠક પર અનેક દાવેદારી કરીધરમપુર બેઠક ઉપર વર્તમાન ધારાસભ્ય અરવિંદ પટેલની (Valsad assembly seat) સાથે સાથે લાઈનમાં મહેન્દ્ર ચૌધરી, ધનેશ ચૌધરી, ગણેશ બિરારી, નવીન ભાઈ પ્રોફેસર, વિજય પાનેરિયા, હેમંત પટેલ, નરેશ પટેલ, વિકાસ જાદવ, ડો.હેમંત પટેલ, દિપક પટેલ, નરેન્દ્ર પટેલ સહિતના લોકોએ દાવેદારી નોંધાવી છે. (Valsad Assembly Election)
ઉમરગામમાં 14 દાવેદારીઉમરગામ બેઠક પર સતત 5 ટર્મથી રમણલાલ પાટકર ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યાં છે. રમણલાલ પાટકર આ વિસ્તારના ધુરંધર નેતા મનાય છે. તેમજ તે રાજ્યના પૂર્વ આદિજાતિ પ્રધાન છે. તેમ છતાં આ વખતે તેમણે પોતાની દાવેદારી નોંધાવા સાથે પોતાના પુત્રવધુની પણ દાવેદારી નોંધાવી છે. એટલે આ બેઠક પર રમણલાલ પાટકર ઉપરાંત તેમની પુત્રવધુ મીનાબેન પાટકર, પૂર્વ GIDC નોટિફાઇડ એન્જિનિયર બી.સી. વારલી, દિપક ચોપડીયા, નાનુ ધોડી, પ્રકાશ પટેલ, પૂર્વ ધારાસભ્ય શંકર વારલી સહિત 14 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવતા નિરીક્ષકોએ તેમની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. આમ, અનેક બેઠકો ઉપર વધુ પ્રમાણમાં દાવેદારી સામે આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.(Gujarat Assembly Election 2022)