લોકડાઉનમાં 20 દિવસથી ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ફસાયેલા કર્ણાટકના યુવાનોની વ્યથા, ઘરે જવા પરમિશન આપો
21 દિવસના લોકડાઉનનો પ્રથમ તબક્કો પૂરો થયો છે. 19 દિવસનો બીજો તબક્કો શરૂ થયો છે. ત્યારે આ લોકડાઉનમાં મૂળ કર્ણાટકના મેંગ્લોરના બે યુવાનો 20 દિવસથી મહારાષ્ટ્ર-ગુજરાતના વલસાડ જિલ્લાની ભિલાડ બોર્ડર પર ફસાયેલા છે. આ યુવાનો 20 દિવસથી ફૂડ પેકેટ ખાઈને કારમાં જ પોતાના દિવસ રાત પસાર કરી રહ્યા છે.
લોકડાઉનના 20 દિવસથી ગુજરાત-મહારાષ્ટ્રની બોર્ડર પર ફસાયેલ કર્ણાટકના યુવાનોની વ્યથા, અમને ઘરે જવા પરમિશન આપો
વલસાડ: કોરોના મહામારીને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે, લોકડાઉનના એક દિવસ પહેલા કર્ણાટકના મૅંગ્લોરથી રાજકોટ આવેલા આસિફ હુસૈન અને મોહંમદ તાકીન મારીલ ગુજરાતની ભિલાડ બોર્ડર પર 20 દિવસથી ફસાયેલા છે. પોતાની આ હાલત અંગે આસિફે જણાવ્યું હતું કે, તેઓની હાલત ખૂબ જ ખરાબ છે. સેવાભાવી સંસ્થાવાળા ખાવાનું આપી જાય છે તે ખાઈને અમે જીવી રહ્યા છીએ અને કારમાં જ દિવસ રાત પસાર કરી રહ્યા છે.