ગુજરાત

gujarat

By

Published : Mar 12, 2020, 8:36 PM IST

Updated : Mar 12, 2020, 9:33 PM IST

ETV Bharat / state

બાબરખડક ગામે ગ્રામસભા યોજાઈ, વૃક્ષ કાપવાના વિવાદનો સુખદ અંત

કપરાડા તાલુકાના બાબરખડક ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબ્રસ્તાનમાંથી વૃક્ષ કાપવાનો મુદ્દો ફરીથી ગરમાયો હતો. જોકે, નવા આવેલા તલાટી-કમ-મંત્રીની આવડતને કારણે કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

બાબરખડક ગામે ગ્રામસભા યોજાઈ, વૃક્ષ કાપવાના વિવાદનો સુખદ અંત
બાબરખડક ગામે ગ્રામસભા યોજાઈ, વૃક્ષ કાપવાના વિવાદનો સુખદ અંત

વલસાડઃ કપરાડા તાલુકાના બાબરખડક ગામે ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબ્રસ્તાનમાંથી વૃક્ષ કાપવાનો મુદ્દો ફરીથી ગરમાયો હતો. જોકે, નવા આવેલા તલાટી-કમ-મંત્રીની આવડતને કારણે કેટલાક સમયથી ચાલી રહેલા વિવાદનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હતું.

બાબરખડક ગામે ગ્રામસભા યોજાઈ, વૃક્ષ કાપવાના વિવાદનો સુખદ અંત

ઝાડ કાપ્યા બાદ ઉપજેલ પૈસા કેમ કોઈ એ ગ્રામ પંચાયતમાં જમા કરવાયા નહિ તે બાબતે સભા ઉગ્ર બની હતી. જો કે, હાલમાં નવા આવેલ તલાટી કમ મંત્રીની સૂઝબૂઝ દ્વારા બંને પક્ષે વાતો સાંભળ્યા બાદ કેટલાક સમયથી થઈ રહેલા વિવાદનો સુખદ અંત લાવવા કબ્રસ્તાનની જમીનમાં ઉગેલા ઝાડ કાપવામાંથી ઉપજેલ પૈસા ગ્રામ પંચાયતમાં જમા કરાવવા માટે જણાવ્યું હતું.

મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા તે જમા કરવા માટે નક્કી કરવામાં આવતા સમગ્ર વિવાદનો અંત આવ્યો હતો. નોંધનીય છે કે, બાબર ખડક ગામે આવેલ ગ્રામ પંચાયત હસ્તકની ગૌચરણની જમીનમાં ઉગેલા વૃક્ષો કાપવા બાબતે વિવાદ કેટલાક સમયથી ચાલી આવ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન તલાટી રોહનભાઈ ,માજી સરપંચ ગીતાબેન બી ગવળી,માજી સરપંચ ભગુભાઈ ગવળી, લક્ષ્મણ ભાઈ રોહિત ,માજી સરપંચ ચંદુભાઈ ચૌધરી,માજી સરપંચ ગમન ભાઈ પટેલ, નજરમિયા શેખ ,યુનિષ શેખ રશીદ શેખ,શબ્બીર શેખ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Last Updated : Mar 12, 2020, 9:33 PM IST

ABOUT THE AUTHOR

...view details