ગુજરાત

gujarat

ETV Bharat / state

વાપીના ત્રણ વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં ઝળક્યા - A1 GREAD

વલસાડઃ વાપીના ત્રણ વિદ્યાર્થીઓએ 12 સાયન્સમાં A1 ગ્રેડ મેળવતા સમગ્ર વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. વલસાડમાં 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રે઼ડ મેળવ્યો છે, જેમાં વાપીમાંથી જ 3 વિદ્યાર્થીઓ બાજી મારી ગયા છે.

education board

By

Published : May 10, 2019, 12:13 PM IST

તાજેતરમાં જ 12 સાયન્સનું પરિણામ જાહેર થયુ છે. ગુજરાતમાં આ વર્ષે પરિણામ વધવાની સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ તરફ વલસાડમાં 5 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. જેમાંથી વાપીની શાળાના 3 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે ઉર્તીણ થયા છે.

સમગ્ર વલસાડના પરિણામ પર નજર કરીએ તો વલસાડમાં કુલ 5197 વિદ્યાર્થીઓએ 12 સાયન્સની પરીક્ષામાં આપી હતી. જેમાંથી 2323 વિદ્યાર્થીઓ પાસ થયા છે. વલસાડ જિલ્લામાં ગ્રેડ મુજબ પરિણામ જોઈએ તો A1માં 5, A2માં 67, D1 માં 196, B2માં 387, C1માં 801, C2માં 1128, D માં 274 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. જેમાં વાપીના જ ત્રણ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી વાપીની નામ વલસાડ જિલ્લામાં રોશન કાર્યું છે.

વાપીના ત્રણ વિદ્યાર્થીઓ 12 સાયન્સમાં ઝળક્યા

વાપીની રાતા ખાતે આવેલા સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીની વિદ્યાર્થીની રિન્કલ નિમેષ નાયક 99.99 PR મેળવી શાળા તેમજ શહેરનું નામ રોશન કર્યું છે. વાપીની જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલની વિદ્યાર્થીની રિયા જયેશભાઇ પટેલ 99.95 PR મેળવ્યા છે. જ્યારે, રાતા સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમીના જ વિદ્યાર્થી આદિત્ય મુકેશભાઇ જાદવે 99.92 PR મેળવી શાળાનું અને માતા પિતાનું નામ રોશન કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો અને વાલીઓએ શુભેચ્છા પાઠવી હતી.

ઉલ્લેખનીય છે કે ગુરુવારે જાહેર થયેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું વાપીમાં 59.99 ટકા રિઝલ્ટ આવ્યું છે. વાપીમાં 1587 વિદ્યાર્થીઓમાંથી 1583 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વલસાડ સેન્ટરમાં જ સેલવાસ સેન્ટર આવતું હોય, સેલવાસમાં 385 માંથી 384 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં સેલવાસનું 53.39 ટકા રિઝલ્ટ આવ્યું હતું. દાદરા નગર હવેલીમાં અને દમણના કુલ 770 વિદ્યાર્થીઓમાંથી 423 વિદ્યાર્થીઓ પાસ થયા છે. દમણ નું 56.48 ટકા રિઝલ્ટ આવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details