સિટી બસમાં નોકરી કરતી યુવતી બાદ સહકર્મી અને પરિજનોમાં આક્રોશ સેલવાસ:કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના મોરખલના બરડપાડા ગામે રહેતી અને છેલ્લા 3 વર્ષથી સેલવાસ સ્માર્ટ સીટી બસમાં મહિલા કંડકટરે આપઘાત કરી લેતા ચકચાર મચ્યો હતો. સરસ્વતી ભોયા નામની યુવતીએ તેમના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા સ્માર્ટ સીટી બસના સંચાલકો સામે યુવતીના પરિવારજનોએ ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીના અપમૃત્યુ બાદ સ્માર્ટ સીટી બસના અન્ય કર્મચારીઓએ પણ હડતાળ પાડી આક્રોશ વ્યક્ત કર્યો છે.
પોલીસ તપાસ બાદ સત્ય સામે આવશે:યુવતીના આપઘાત બાદ સ્માર્ટ સીટી બસના અન્ય કર્મચારીઓમાં પણ આક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. જેઓએ હડતાળ પાડી દેતા સ્માર્ટ સીટી બસની મુસાફરી કરવા માંગતા મુસાફરો અટવાયા હતાં. ઘટના અંગે સ્માર્ટ સીટી સેલવાસના CEO ચાર્મી પારેખે જણાવ્યું હતું કે, આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. યુવતી સ્માર્ટ સીટી બસ સર્વિસ ચલાવતી પ્રાઇવેટ એજન્સીમાં નોકરી કરતી હતી. પોલીસ તપાસ બાદ જ સાચું કારણ જાણવા મળશે.
Kheda Crime: ખેડામાં માતાનો બે બાળકો સાથે આપઘાત
Patan News: રાધનપુરમાં લગ્નના આગલા દિવસે જ વરરાજાની હત્યા
અપમાનિત કરવામાં આવ્યા: ઘટના અંગે મૃતક યુવતીના પિતાએ જણાવ્યું હતું કે, તેમની દીકરી પર ચોરીનો આરોપ મૂકી તેને નોકરીમાંથી બરતરફ કરવામાં આવી હતી. દીકરી નિર્દોષ હોય તેમણે આ અંગે રજૂઆત કરવા પિતાને સાથે લઈ બસ સંચાલકની ઓફિસે આવી હતી. જ્યાં બસ સંચાલકો તરફથી તેના પર ચોરીના ગંભીર આક્ષેપ કરી અપમાનિત કરી હતી. જેથી તે ભાંગી પડી હતી. જે બાદ ઘરે જઇ આપઘાત કરી લીધો હતો.
યુવતીના પરિવારજનોમાં માતમનો માહોલ:ઉલ્લેખનીય છે કે, સેલવાસ સ્માર્ટ સીટી બસ સર્વિસમાં નોકરી કરતી મહિલા કંડક્ટરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પંથકમાં અરેરાટી મચી ગઇ છે. યુવતી નિર્દોષ હોય બસ સંચાલકો સામે પિતા સાથે રજુઆત કરવા આવી હતી. જેની રજૂઆતને ધ્યાને નહિ લેતા હતાશ થઈ આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવતીના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં લાવી PM સહિતની કાર્યવાહી હાથ ધરી હતી. યુવતીના મૃત્યુથી પરિવારમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.