ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના ધરમપુરમાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ગાંધી લાઈબ્રેરીનું લોકાર્પણ - વલસાડમાં ગાંધી સપ્તાહની ઉજવણી

મહાત્મા ગાંધીની 151મી જન્મ જયંતીની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડના ધરમપુરમાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ ખાતે જાહેર જનતા ગાંધીના વિચારો અને મૂલ્યોને જાણી શકે તેવા હેતુથી લાઈબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વલસાડના ધરમપુરમાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ગાંધી લાઈબ્રેરીનું લોકાર્પણ
વલસાડના ધરમપુરમાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ગાંધી લાઈબ્રેરીનું લોકાર્પણ

By

Published : Oct 2, 2020, 8:12 PM IST

વલસાડ: વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહાત્મા ગાંધીજીની 151મી જન્મ જયંતી નિમિત્તે ગાંધી સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ પ્રસંગે ગાંધી પદયાત્રા, સાફ-સફાઈ અભિયાન સહિતના અનેક કાર્યક્રમો યોજાયા હતા. તેમજ ધરમપુરમાં લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટની કચેરી ખાતે જાયન્ટસ ગૃપ વલસાડના સહયોગથી ગાંધી લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

વલસાડના ધરમપુરમાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ગાંધી લાઈબ્રેરીનું લોકાર્પણ

આ કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલે ખાસ હાજરી આપી હતી અને તેમના હસ્તે ગાંધીજીની પ્રતિમા આગળ દિપ પ્રાગટ્ય કરી સુતરની આંટી પહેરાવી ગાંધી લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું.

વલસાડના ધરમપુરમાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ગાંધી લાઈબ્રેરીનું લોકાર્પણ

આ પ્રસંગે જ્યોતિબા ગોહિલે જણાવ્યું હતું કે આજના સમયમાં પણ ગાંધીજીના આદર્શો અને વિચારો સમાજ માટે ખૂબ જ ઉત્તમ છે અને આવા વિચારો માત્ર પુસ્તકો થકી જ લોકોને મળી શકે એમ છે તેથી આવી લાઇબ્રેરી વાંચનપ્રિય લોકો માટે ખૂબ જ ઉપયોગી નીવડી શકે એમ છે. આ ઉપરાંત તેમણે આ લાઈબ્રેરી પરથી ગાંધીજીની વિચારધારાને લગતા કેટલાક પુસ્તકોની ખરીદી કરી હતી તો સાથે સાથે ખાદીના કાપડ પણ ખરીદ્યા હતા.

વલસાડના ધરમપુરમાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ગાંધી લાઈબ્રેરીનું લોકાર્પણ

આ ગાંધી લાઇબ્રેરીમાં અંદાજિત 700 જેટલા પુસ્તકો છે જે તમામ મહાત્મા ગાંધીજીને લગતા મૂલ્યો, કેળવણી તેમજ તેમના આદર્શોનું સિંચન કરી શકે છે.

નોંધનીય છે કે આ કાર્યક્રમ દરમિયાન લાઇબ્રેરીના દાતા જાયન્ટસ ગૃપના ધીરેનભાઈ સોલંકી, સહિત ધરમપુરના મામલતદાર એચ એ પટેલ, ધરમપુર પોલીસ મથકના PSI એ એન ગોહિલ, ધરમપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જયદીપભાઈ સોલંકી, લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટના ગ્રામશિલ્પી તરીકે જાણીતા બનેલા નીલમભાઈ પટેલ, પ્રોફેસર આશાબેન ગોહિલ, હાર્દિકભાઈ પટેલ સહિત અનેક ગાંધીવાદી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

વલસાડના ધરમપુરમાં ડેપ્યુટી કલેક્ટરના હસ્તે ગાંધી લાઈબ્રેરીનું લોકાર્પણ

ABOUT THE AUTHOR

...view details