વલસાડઃ શહેરમાં આવેલા સિનેમાઘર રાજહંસમાં ચાલતા રેસ્ટોરન્ટમાં બનતી ફ્રેન્ચ ફ્રાયર રાજહંસ સિનેમાના શૌચાલયમાં આવેલા નળના પાણી વડે એક યુવક ધોઈ રહ્યો હોવાનો વીડિયો એક જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં વહેતો કરતા ચકચાર મચી ગઈ છે. રાજહંસ સિનેમા ખાતે અનેક લોકો પરિવાર સાથે મનોરંજન હેતુ જતા હોય છે, પરંતુ જ્યારે આવા વીડિયોમાં વાયરલ થતા હોય ત્યારે તેમની કામગીરી સામે અનેક સવાલો ઉભા થાય છે.
વલસાડ શહેરના રાજહંસ મલ્ટીપ્લેક્ષના ટોયલેટમાં ફ્રેન્ચ ફ્રાયર ધોવાતો હોવાનો વીડિયો વાયરલ
વલસાડ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ફૂડ એન્ડ ડ્રગ વિભાગ ખુબ જ નિંદ્રાધીન છે. આ વિભાગ દ્વારા તહેવારોમાં માત્ર ગણતરીની દુકાનોમાંથી સેમ્પલ લઈ સંતોષ માની લે છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા દુકાનદારો કે, રેસ્ટોરન્ટ માલિકોને માત્ર નોટિસ ફટકારીને કામગીરીનો દેખાડો કરતી હોય એવું લાગી રહ્યું છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માટે આજે વધુ એક પડકારજનક પૂર્ણ કમગીરી સામે આવી છે. વલસાડ શહેરના સિનેમા ઘરના ટોયલેટમાં આવતા પાણી દ્વારા ફ્રેન્ચ ફ્રાયરને એક યુવક ધોતો હોવાનો વીડિયો એક જાગૃત નાગરિકે લઈ સોશિયલ મીડિયામાં વહેતો કર્યો છે.
French friar washed in toilet of 'rajhansh multiplex' in Valsad, video goes viral
આ સમગ્ર બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા કેવા પગલાં ભરવામાં આવશે, એ તો સમય જ બતાવશે. એક તરફ જ્યાં કોરોના વાયરસને લઈને સરકાર તમામ સ્થળે સ્વચ્છતા રાખવા માટે સૂચન કરવામાં આવી રહ્યું હોય, ત્યારે સિનેમા હોલની ઘટનાં પણ ન કહેવાનું ઘણું બધું કહી જાય છે. આ વીડિયો વાયરલ થતા બાદ એક વાત સ્પષ્ટ છે કે, અહીં સ્વચ્છતા બાબતે કોઈપણ ધ્યાન આપવામાં આવતું નથી. વીડિયો આ વાતનો પ્રત્યક્ષ પુરાવો છેે કે, અહીં લોકોના આરોગ્ય સાથે ચેડાં થાય છે.
Last Updated : Mar 13, 2020, 7:44 PM IST