- 6 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે લૂંટ થઇ હતી.
- ટેમ્પો ડ્રાઇવરને મારમારી બઁધક બનાવી લૂંટ કરી
- 1,27,74,762 રૂપીયા ના સિગરેટનો મોટો જથ્થો લઇ રફુચક્કર થયા
વલસાડ : વલસાડના ડુંગરીના હદ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે નંબર-48 ઉપર 6 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બે ગાડીઓમાં આવેલ અજાણ્યા ઈશમો દ્વારા નવી મુંબઈ થી અમદાવાદ લઇ જતા ટેમ્પોમાં કુલ 1,27,74,762 રૂપીયા ના સિગરેટના મોટા જથ્થાની ટેમ્પો ડ્રાઇવરને મારમારી બઁધક બનાવી આ લૂંટારૃઓએ પોતાની સાથે ગાડીમાં અંદરના હાઈવે ઉપર એકાંત જગ્યા ઉપર છોડી જતા રહ્યા હતા. તે સમય દરમિયાન આ બાબતે ડ્રાઇવર તથા કંપનીના માલિકે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે ફરિયાદ લઇ આ સમગ્ર બાબતે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : બોટાદમાં દીવા તળે અંધારું, દેવગઢ બારિયાના પીપલોદ ગામમાં ભાજપના અગ્રણી ભરત ભરવાડના ઘરે 31.62 લાખ રૂપિયાની લૂંટ
લૂંટના ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી.
વલસાડના ડુંગરીના હદ વિસ્તારમાં આવેલ નેશનલ હાઇવે નંબર-48 ઉપર 6 સપ્ટેમ્બરના રોજ વહેલી સવારે બે કારો માં આવેલા અજાણ્યા ઈશમો દ્વારા સિગરેટથી ભરેલો ટેમ્પો સહીત કુલ દોઢ કરોડ રૂપિયાની લૂંટ કરી હતી. આ લૂંટ બાદ ડ્રાઇવર તથા કંપનીના માલિકે ડુંગરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે ફરિયાદ લઇ આ સમગ્ર બાબતે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. વલસાડના લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા ડુંગરી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ તથા અન્ય પોલીસ કર્મચારીઓની ટીમ આ લૂંટના તપાસમાં લાગી હતી. અંતે આ ટીમે જાણકારી અનુસાર, મધ્યપ્રદેશમાં આવેલ દેવાંસ જિલ્લા માંથી ચાર આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. તેમજ હજી 7 આરોપીઓની શોધખોળ ચાલુ છે.
તમિલ માં ધિરેન મુવીમાં જે સીન બતાવ્યું છે, તે રીતે કરી હતી ચોરી
વલસાડના ડુંગરીમાં સિગરેટની દોઢ કરોડ રૂપિયાની લૂંટના ત્રણ આરોપીઓને મધ્યપ્રદેશ માંથી ઝડપી પડવામાં આવ્યા છે. 6 સપ્ટેમ્બરના ડુંગરી પોલીસ સ્ટેશનના સોલવાડા વિસ્તારમાં રોજ વહેલી સવારે સાડા છ વાગ્યાની આસપાસ મુંબઈથી અમદાવાદ તરફ ટ્રકમાં સિગારેટ્ટ નો લગભગ દોઢ કરોડ જેટલો મુદ્દામાલ હતો. આ ટ્રકને રોડ બ્લોક કર્યા બાદ કરંજ ગેંગના લોકો આવી ડ્રાઇવર ને બંધક બનાવી લૂંટ કરી જતા રહ્યા હતા. ત્યારબાદ એસ.પી વલસાડ એલ.સી.બી, એસ.ઓ.જી બધા મળીને ચેકિંગ કરી રહ્યા છે. ઘટના સ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. તે તપાસના આધારે દેવાંશ જિલ્લા માંથી એક સફળતા પાછળ ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
આરોપીઓ ખંજર ગેંગ સાથે સંપર્ક ધરાવે છે
આ તમામ આરોપીઓ ખંજર ગેંગ સાથે સંપર્ક ધરાવે છે. આ ગેંગનો એરીયો તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન આ બધા રાજ્યોમાં આવેલ હાઇવે ઉપર જ લૂંટ જેવી ઘટનાઓને અંજામ આપતા હતા. અને આ આરોપીઓને તેમના વિસ્તારમાં જઈ પકડવું આસાન હતું નઈ તેમ છતાં પોલીસની ટીમો ત્યાં જઈ ચાર લોકોને પકડીને પાડ્યા હતા. આરોપીઓને રિમાન્ડ 8 તારીખ સુધી આપવામાં આવી છે. બાકી આરોપીઓની શોધખોળ પણ ચાલુ છે.
આ પણ વાંચો : નવસારીમાં દારૂની મહેફિલ માણતી 8 મહિલાઓ સહિત 11 રંગે હાથે ઝડપાયા
ગેંગમાં કુલ ૧૫ લોકો હોઈ શકે છે તેવી માહીતી પણ મળી રહી છે.
હાલ થોડા દિવસ પહેલા આ જ ગેંગે હરિયાણા માં પણ છ કરોડની લૂંટ કરી હતી. તેમાં પણ સિગરેટની લૂંટ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લા માં પણ લૂંટ કરવામાં આવી હતી. એટલે કે કહી શકાય છે કે આ લોકો હાઈવે ઉપર જે કિંમતી સામાન જાય છે. તેવા સામાનની રેકી કર્યા બાદ લૂંટ કરવામાં આવે છે. આ લૂંટ કર્યા પહેલા જાણકારીઓ કોણ આપે છે, માલ લઈ જઈને કોને આપે છે, તે બધાની તપાસ ચાલી રહી છે. ગુજરાતમાં પહેલીવાર આ લૂંટ કરી છે. ગેંગમાં કુલ ૧૫ લોકો હોઈ શકે છે તેવી માહીતી પણ મળી રહી છે.