વાપી નજીક બસમાં લાગી ભીષણ આગ, મુસાફરોનો આબાદ બચાવ
વાપી: નેશનલ હાઇવે નં. 48 પર બગવાડા ટોલનાકા પર મુંબઈથી રાજકોટ જતી લકઝરી બસમાં અચાનક આગ લાગી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો હતો. પરંતુ, મુસાફરોનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. નવાઈની વાત એ છે કે બસમાં આગ લાગી ત્યારે બસ બગવાડા ટોલનાકા પર જ હોવા છતાં ટોલનાકા પર ફાયર સેફટીના સાધનોના અભાવે બસની આગ પર કાબુ મેળવી શકાયો નહોતો.
fire-in-bus-near-vapi-no-one-pessenger-is-injured
સોમવારે રાત્રે 8 વાગ્યા આસપાસ મુંબઈથી રાજકોટ જતી બસ વાપી નજીકના બગવાડા ટોલ નાકા પાસે પહોંચી હતી. તે દરમિયાન બસની આગળની લાઈટો અચાનક બંધ થઈ ગઈ હતી. લકઝરી બસના ડ્રાઇવર જોરુભાઈએ બસ નીચે તપાસ કરતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જેથી તાત્કાલિક તમામ મુસાફરોને બસની બહાર નીકળવા જણાવી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.