ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડની અબ્રામા GIDCમાં આગ, કોઈ જાનહાની નહીં - અબ્રામા GIDCમાં આગ

વલસાડની અબ્રામા GIDCમાં આવેલી આશાપેન કલર નામની કંપનીમાં રવિવારે બપોરે આગ લાગી હતી. જેથી ફાયરની 2 ગાડી ઘટના સ્થળે દોળી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ કંપનીમાં આગ લાગવાનું કારણ હજૂ અકબંધ છે.

ETV BHARAT
વલસાડની અબ્રામા GIDCમાં આગ, કોઈ જાનહાની નહીં

By

Published : Jun 28, 2020, 5:33 PM IST

Updated : Jun 28, 2020, 5:56 PM IST

વલસાડઃ જિલ્લાની અબ્રામાં GIDCમાં આવેલી કંપની આશાપેન કલરમાં રવિવારે અગમ્ય કારણોસર આગ હતી. જેથી ફાયરની 2 ગાડી ઘટના સ્થળે દોળી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, રવિવારે આગ લાગવાથી કોઈ જાનહાની જોવા મળી નથી, પરંતુ કંપનીમાં મોટા પાયે નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

વલસાડની અબ્રામા GIDCમાં આગ, કોઈ જાનહાની નહીં

વલસાડની અબ્રામા GIDCમાં આગ

  • આશાપેન કલર નામની કંપનીમાં લાગી આગ
  • 2 ફાયરની ગાડીએ મેળવ્યો આગ પર કાબૂ
  • ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ નથી
  • આગ લાગવાનું કારણ અકબંધ

આગ કંપનીના પિગમેંટ પાવડરના ગોડાઉનમાં લાગી હતી. જેનો ધૂમાડો 2 કિલોમીટર દૂર સુધી જોવા મળ્યો હતો. જેથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વલસાડ જિલ્લાના સરીગામમાં આવેલી GIDCમાં પણ શનિવારે આગ લાગી હતી. સરીગામમાં રબર બનાવતી કંપનીમાં આગ લાગી. જો કે, ત્યાં પણ કોઈ જાનહાની જોવા મળી નહોતી.

Last Updated : Jun 28, 2020, 5:56 PM IST

ABOUT THE AUTHOR

...view details