ગુજરાત

gujarat

ETV Bharat / state

પારડીના ધારાસભ્ય કનુ દેસાઈને પ્રધાન મંડળમાં સ્થાન મળતા ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સવનો માહોલ - Pardi MLA Kanu Desai

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની નવી ટિમમાં વલસાડ જિલ્લાના ધારાસભ્યને સ્થાન મળતા કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. પારડીના ધારાસભ્ય કનુ દેસાઈને પ્રધાન મંડળમાં સ્થાન મળતા તેમના સમર્થકોએ પારડી ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડી ઢોલના તાલે નાચી મીઠાઈ ખવડાવી ઉજવણી કરી છે.

Gujarat News
Gujarat News

By

Published : Sep 16, 2021, 3:46 PM IST

Updated : Sep 16, 2021, 6:54 PM IST

  • રાજનીતિમાં ચાણક્ય કહેવાતા કનુભાઈને પ્રધાન પદ માટે જાહેરાત થઈ
  • કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહનો માહોલ
  • ઢોલ નગારા સાથે મીઠાઈ વહેંચી ઉજવણી કરાઈ
  • એક સારી છબી ધરાવતા નેતા છે કનુ દેસાઈ

વલસાડ: એક સારા અને સફળ નેતાની છબી ધરાવનારા અને પોતાના પ્રમુખ ના કાર્યકાળ દરમિયાન પારડી ધારાસભ્ય કનુ દેસાઈએ વલસાડ જિલ્લાને કોંગ્રેસ મુક્ત કર્યું હતું. સમગ્ર જિલ્લામા ભગવો લહેરાવીને જિલ્લાને ભાજપ મય બનાવનારા કનુ દેસાઈ સફળતા જ આજસ તેમને પ્રધાન સુધીની સફર સુધી લઈ ગઈ અને 2012 અને 2017 માં ધારાસભ્ય બન્યા હતા.

પારડીના ધારાસભ્ય કનુ દેસાઈને પ્રધાન મંડળમાં સ્થાન મળતા ભાજપ કાર્યકર્તાઓમાં ઉત્સવનો માહોલ

કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી

કનુ દેસાઈ 7 વર્ષ જિલ્લા ભાજપ પ્રમુખ રહી વલસાડ જિલ્લાને ભજપમય બનાવવામાં સફળ રહ્યા હતા. જે કામગીરીની એક અલગ ઓળખ ઉભી કરનારા કનુ દેસાઈ આજે પ્રધાન પદ સુધી પહોંચ્યા છે. પારડીના ધારાસભ્ય કનુ દેસાઇ અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના પ્રધાન મંડળમાં સ્થાન મળતા તે અંગેની જાહેરાત થતાની સાથે જ પાર્ટી નગરના ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી હતી. આનંદને ગેલમાં આવી ગયેલાં કાર્યકર્તા મીઠાઇ વહેંચી ફટાકડા ફોડી ઢોલ-નગારાના નાદ સાથે નાચગાન કરતા ઉત્સાહ આવી ગયા હતા. આમ વલસાડ જિલ્લાના 2 ધારાસભ્યને સ્થાન મળ્યું છે. જેથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છે.

Last Updated : Sep 16, 2021, 6:54 PM IST

ABOUT THE AUTHOR

...view details