ગુજરાત

gujarat

ETV Bharat / state

પતિ- પત્ની વચ્ચેના ઘરકંકાસમાં દોઢ વર્ષની બાળકીનો ભોગ લેવાયો, પિતાએ જ કરી હત્યા - વલસાડ

પારડી શહેરમાં એક શ્રમજીવી પરિવારમાં બે સંતાનના પિતાનો અન્ય કોઈ મહિલા સાથે આડો સબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે બબાલ થઈ હતી. પત્નીને માર મારી બહાર કાઢી મુકી હતી. ત્યાર બાદ પત્નીનો ગુસ્સો નાની બાળકી પર ઉતારતાં તેનું ગળું દબાવી માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી.

valsad
valsad

By

Published : Apr 9, 2020, 10:07 PM IST

વલસાડઃ પારડી શહેરમાં એક શ્રમજીવી પરિવારમાં બે સંતાનના પિતાનો અન્ય કોઈ મહિલા સાથે આડો સબંધ હોવાથી પતિ પત્ની વચ્ચે બબાલ થઈ હતી. પત્નીને માર મારી બહાર કાઢી મુકી હતી. ત્યાર બાદ પત્નીનો ગુસ્સો નાની બાળકી પર ઉતારતાં તેનું ગળું દબાવી માસુમ બાળકીને મોતને ઘાટ ઉતારી હતી. આ અંગે બાળકીની માતાએ પોલીસ સમક્ષ ફરિયાદ કરતા પોલીસે પિતાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વલસાડ જિલ્લાના પારડી શહેર ખાતે સંજય મનજી ધારણીયાના લગ્ન બિનલ સાથે થયાં હતાં. પતિ સંજયના કોઈ બીજી મહિલા સાથે આડા સંબંધો હોવાથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. પતિએ પત્નિને માર મારી બહાર કાઢી મુકી હતી, બિનલ પોતાના પિયર જતી રહી હતીં. જ્યાં તેના ભાઈના ફોન આવતાં જાણ થઈ કે તેની દોઢ વર્ષની બાળકીનું અવસાન થયું છે, અને તે હોસ્પિટલમાં છે.

પતિ મોહન દયાળ અને પુત્રી હોસ્પિટલમાં હોવાની જાણ થતાં બિનલ અને તેનો ભાઈ હોસ્પિટલ પહોંચ્યા હતાં. હોસ્પિટલમાં જઈ મૃત બાળકીને જોતા માતા બિનલને આઘાત લાગ્યો હતો. મૃત બાળકીના ગળા પર કેટલાક નિશાન દેખાતા ખુલાસો થયો કે, બિનલના પતિ એટલે કે બાળકીના પિતાએ જ બંનેના ઝઘડા બાદ બાળકી પર ગુસ્સો ઉતારી તેનું ગળુંં દબાવી દીધું હતું. માતા પિતાના ઝઘડાએ માસુમ બાળકીનો જીવ લીધો.

નોંધનીય છે કે શ્રમજીવી પરિવારની દોઢ વર્ષીય માસૂમ બાળકીને ગળે ટુંપો દઈને મોતને ઘાટ ઉતારી દેવાની વાત સંજય ઝઘડો થયો ત્યારથી કરતો હોય બિનલને તેના ઉપર શંકા વધુ પ્રબળ બની અને ફિરિયાદ કરતા હકીકત સામે આવી હતી. પોલીસે તેની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details