વાપીની શાળામાં એક્ઝિબિશન યોજાયું, વિદ્યાર્થીઓએ આદ્યુનિક આવિસ્કારોની કરાવી ઝાંખી - etv bharat
વાપીઃ એલજી હરિયા સ્કૂલ ખાતે વિંગ્સ ઓફ વિસડમના બેનર હેઠળ અનોખા એક્ઝિબિશનનું આયોજન કરાયું હતું. આ એક્ઝિબિશનમાં શાળાના બાળકો દ્વારા આર્ટ્સ, સાયન્સ, સોશિયલ અને મેથ્સ આધારિત વિવિધ પ્રોજેક્ટનું નિર્દેશન કરાયું હતું.
વાપીના હરિયા પાર્ક વિસ્તારમાં આવેલ શ્રી એલ.જી. હરિયા સ્કૂલ ખાતે અનોખા એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના બાળકો દ્વારા પ્રકૃતિ, પર્યાવરણના વિવિધ મોડેલ, 3D પેઇન્ટિંગ્સથી લઈને ગુટેનબર્ગ પ્રિન્ટિંગ પ્રેસમાં કેવી હસ્તપ્રતો તૈયાર કરવામાં આવતી હતી તે અંગેની માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ દેશોના ચલણનું, ડિજિટલ ટેકનોલોજી અને અન્ય ટેકનોલોજીમાં શું સામ્યતા છે? વેપાર માટે જાહેરાત, ટ્રાન્સપોર્ટેશન કેટલું મહત્વ ધરાવે છે. તેવા વિવિધ વિષયો પર મોડેલ તૈયાર કરવામાં આવ્યા હતાં. કરાઓકે પર ગીત ગાઈ સંગીતના તાલે ડાન્સ કરી એક હજારથી પણ વધુ વિદ્યાર્થીઓએ ઉમળકાભેર ભાગ લીધો હતો અને પોતાનામાં રહેલી અનોખી પ્રતિભાના દર્શન કરાવ્યા હતા.