વલસાડઃ સમગ્ર ગુજરાતમાં કે મહારાષ્ટ્રમાં પછી સમગ્ર ભારતભરમાં નાણાકીય વ્યવહારની જરૂર હોય, ત્યારે આંગડિયા પેઢીએ મહત્વનો વિકલ્પ હોય છે, પરંતુ હાલમાં કોરોના વાઇરસની અસર તેને પણ લાગી ચૂકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા એક દિવસીય માનવ કરફ્યૂ બાદ દરેક જિલ્લામાં 144ની કલમ લાગુ કરવામાં આવી છે. જેથી કરીને લોકોને એકબીજાના સંપર્કથી દૂર રહી શકે અને કોરોના જેવો જે ચેપી રોગ પહેલા તો અટકાવી શકાય તેમજ વહીવટી તંત્ર દ્વારા આગામી 31 માર્ચ સુધી તમામ લોકોને કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવાની અપીલ પણ કરવામાં આવી છે.
વલસાડમાં આંગડિયા પેઢીને પણ 31 માર્ચ સુધી કોરોનાનું ગ્રહણ, તમામ દુકાનો બંધ - Valsad News
ધરમપુર બજારમાં આવેલી મોટાભાગની આંગડીયા પેઢીની દુકાનો આગામી 31 માર્ચ સુધી બંધ રહેશે. ઓલ ઇન્ડિયા આંગડિયા એસોસિએશન દ્વારા કોરોનાવાયરસની દેશને પગલે મુંબઈ ખાતે નક્કી કરવામાં આવ્યુ કે, 31 માર્ચ સુધી તમામ આંગડિયા પેઢીઓએ તેમના કામકાજ બંધ રાખવા જેને પગલે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આવેલા બજારમાં આંગડીયા પેઢીની તમામ દુકાનો બંધ જોવા મળી હતી.
કોરોનાને અનુલક્ષી ઓલ ઇન્ડિયા આંગડિયા એસોસિયેશન મુંબઈ દ્વારા આગામી 31 માર્ચ સુધી તમામ જગ્યાઓ પર આંગડિયા પેઢી પોતાના કામકાજ બંધ રાખવાનું લેખિતમાં નક્કી કરવામાં આવ્યું છે. જેને પગલે વલસાડ જિલ્લામાં પણ મોટાભાગની આંગડીયા પેઢીની દુકાનો બંધ રહી હતી. ધરમપુર બજારમાં આવેલી આંગડીયા પેઢીની દુકાનોના શટરો બંધ જોવા મળ્યા હતા.
મહત્વનું છે કે, તાત્કાલિક નાણાકીય વ્યવહાર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કરવાનો હોય, ત્યારે વર્ષોથી ચાલી આવેલી આંગડિયા પેઢીના વ્યવહાર એક મહત્વનો વિકલ્પ કહી શકાય એમ હતા, પરંતુ હાલમાં કોરોનાની ગંભીરતાને જોતા તેઓના દ્વારા પણ 31 તારીખ સુધી તેમનું કામકાજ બંધ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.