વલસાડના ધારાનગરમાં આવેલી B.A.P.S સ્વામિનારાયણ સ્કૂલમાં 6 N.D.R.Fની ટીમ દ્વારા ભૂકંપ અંગે મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભૂકંપ દરમિયાન બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને કેવી રીતે બચાવવા તેમજ N.D.R.Fની ટીમ દ્વારા કયા સાધનનો ઉપયોગ કરવામાં આવે છે. તે અંગેની માહિતી સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોને આપવામાં આવી હતી.
બિલ્ડીંગમાં ફસાયેલા લોકોને ઈન્ડિયાની ટીમ દ્વારા દોરડાની મદદથી કેવી રીતે બચાવવા તે અંગેની કામગીરી પણ બાળકોને બતાવવામાં આવી હતી. આપાતકાલિન સમયમાં કુદરતી આફતો દરમિયાન સ્વ બચાવ કેવી રીતે કરવો. તેમજ અન્ય ને કેવી રીતે સહાય કરીને બચાવવા તે અંગેની માહિતી બાળકોને અને શિક્ષકોને આપવામાં આવી હતી. ફાયર દ્વારા પણ એક ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આગ જેવી ઘટના સમયે આગ પર કાબૂ કેવી રીતે મેળવવો તે અંગેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી.