મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં બુધવારની મોડી રાત્રે 12 વાગ્યાથી વહેલી પરોઢિયે ચાર વાગ્યા સુધીમાં તલાસરી અને કાસા અને આસપાસના ગામોમાં કુલ સાત જેટલા ભૂકંપના ઝટકા નોંધાયા છે, જેને પગલે અહીં લોકોના જીવ પડીકે બંધાયા હતા. તો બીજી તરફ આ ભૂકંપના ઝટકાની અસર ગુજરાતના બોર્ડરના ગામો એટલે કે ઉમરગામ તાલુકાના ગામોમાં તેમજ પારડી વાપી અને કપરાડાના બોર્ડરના ગામોમાં પણ અનુભવાઈ હતી. પાલઘર જિલ્લાની વાત કરીએ તો પાલઘર જિલ્લામાં રાત્રે 12 અને 30 કલાકે કાસા નજીક 2.2 રીકટર સ્કેલનો પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો.
મહારાષ્ટ્રના પાલઘરમાં આવેલા ભૂકંપના 7 આંચકાથી વલસાડની આસપાસના ગામ ધ્રુજ્યાં
વલસાડઃ મહારાષ્ટ્રના પાલઘરમાં બુધવારે મોડી રાત્રે 12 વાગ્યાથી વહેલી સવારે 4 વાગ્યા સુધીમાં 7 જેટલા ભૂકંપના ઝટકા ઉપરાછાપરી આવતા આ ભૂકંપની અસર ગુજરાતના બોર્ડરના તાલુકાના ગામોમાં જોવા મળી હતી. વહેલી સવારે આવેલા ભૂકંપના ઝટકાને લઈને ગુજરાતના ઉમરગામ, વાપી કપરાડા અને પારડીના ગામો સુધી તેના ઝટકા લોકોએ અનુભવ્યા હતા.
જ્યારે રાત્રે 12 અને 36 કલાકે વિક્રમગઢ નજીકમાં આવેલા દાદાડે કેન્દ્રબિંદ હતું, જ્યાં 1.9 રિક્ટર સ્કેલનો ભૂકંપ અનુભવાયો હતો. બુધવારે રાત્રે એક અને ત્રણ મિનિટે કારંજવીરા નજીક જમીન માં 10 કિમી ઊંડે 3.6 રિકટર સ્કેલનો આંચકો નોંધાયો હતો, જે બાદ રાત્રે ફરી 1.12 કલાકે ઓસાર વિરા નજીક જમીનમાં 10 કિમી ઊંડે 2.9 રિકટર સ્કેલનો ભૂકંપ નોંધાયો, 1.15 વાગ્યે 3.6 રિકટર સ્કેલનો ભૂકંપ તલાસરી અને પાટીલપાડા નજીકમાં કેન્દ્રબિંદુ હતું. રાત્રે 1.18 કલાકે ફરી 2.8 રિકટર સ્કેલનો ભૂકંપ સવાટા અને બહારે માર્ગ નજીકમાં જમીનમાં 10 કિમી ઊંડે જ્યારે સવારે 4.25 કલાકે 2.2 રિકટર સ્કેલનો ભૂકંપ પાલઘર જિલ્લાના જ પારસવાડી અને મણીપૂર નજીકમાં કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
મોડીરાતથી સાત જેટલા ભૂકંપના ઝટકા ઉપરાછાપરી આવતા લોકોના જીવ પડીકે બંધાયા હતા, તો આ ભૂકંપના ઝટકાની અસરથી ગુજરાતના ઉમરગામ નજીકના ગામો પણ ધ્રુજી ઉઠયા હતા વહેલી સવારે ચાર વાગ્યે આવેલા ઝટકાની અસર વાપી પારડીના કેટલા ગામો તેમજ મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલા કપરાડા તાલુકાના કેટલાક ગામોમાં જોવા મળી હતી. વહેલી પરોઢે આવેલા ચાર વાગ્યાના ભૂકંપના ઝટકાને લઇ મોટાભાગના લોકો નીંદર માણી રહ્યા હતા ત્યારે અચાનક તેઓના ખાટલા હલવા મળતા લોકો ગભરાઈને બહાર આવી ગયા હતા.