ગુજરાત

gujarat

By

Published : Jan 26, 2022, 7:38 PM IST

ETV Bharat / state

Earthquake in Gujarat : વલસાડ જિલ્લામાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા

વલસાડ જિલ્લામાં આજે 12 વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા(Earthquake shakes Valsad district) અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ(epicenter of the earthquake) વલસાડથી 46 કિલોમીટર નોંધાયું હતું. ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Earthquake in Gujarat
Earthquake in Gujarat

વલસાડ : જિલ્લામાં આજે બપોરના અરસામાં ભૂકંપના આંચકા અનુભવાયા(Earthquake shakes Valsad district) હતા. ભૂકંપનું કેન્દ્ર બિંદુ(epicenter of the earthquake) નવસારીના વનારસી ગામે નોંધાયું હતું. ભૂકંપનો જોરદાર આંચકો લાગતાં આસપાસના ગામોમાં આંચકા અનુભવાયા હતા, જેને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો :Earthquake in Nepal: નેપાળમાં ભૂકંપ, કોઈ જાનહાની નહીં

ભૂકંપમા કોઇપણ પ્રકારનું નુકસાન નથી

ગુજરાત મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર આ ભૂકંપના આંચકાની વાત અંગે પણ પુષ્ટી આપવામાં આવી હતી. દક્ષિણ ગુજરાતના વાંસદા નજીક આવેલા વનારસી અને વાંસદા ફાગવેલ રોડ ઉપર બપોરે જમીનમાં 9 કિલો મીટરની ઊંડાઈએ ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું નોંધવામાં આવ્યું હતું અને રિક્ટર સ્કેલ પર 3.2નો મેગ્નેટયુડનો ભૂકંપનો આંચકો હોવાનું જાણવા મળ્યું હતું. વલસાડ અને તેની આસપાસના વિસ્તારમાં કોઇપણ પ્રકારનું જાનમાલનું નુકાસાન જોવા મળી રહ્યું નથી.

આ પણ વાંચો :Earthquake Strikes off Japan : જાપાનના ઓગાસાવારા ટાપુઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા, 6.3ની તીવ્રતા

ABOUT THE AUTHOR

...view details