ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલા પાલઘર જિલ્લાની ધરતી બુધવારની રાત્રે 7 જેટલા ભૂંકપના આંચકાથી કંપી ઉઠી હતી. છેલ્લા એક વર્ષથી આવતા હળવા કંપન સાથે બુધવારની રાત્રે 4.8 તિવ્રતાનો મોટો ભૂંકપનો આંચકો આવ્યો હતો.
મહારાષ્ટ્ર-ગુજરાતની સરહદે ભૂકપના આંચકા અનુભવાયા, મકાન ધરાશાયી થતા 1નું મોત - ગુજરાત સમાચાર
વાપીઃ બુધવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના પાલઘર અને થાણે વિસ્તાર સહિત ગુજરાતના વલસાડ જિલ્લામાં 4.8 તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. રાત્રે 01ઃ03 વાગે આવેલા ભૂંકપમાં મહારાષ્ટ્રના દહાણુંમાં આવેલા આંબેસરી ગામમાં એક મકાન ધારાશાયી થયું હતું. જેમાં એક વ્યક્તિ દબાઈ જતાં તેનું મોત નીપજ્યું છે.
આ આંચકામાં મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણું નજીક આંબેસરી ગામે એક મકાન ધારાશાઈ થતાં એક વ્યક્તિ દબાઈ ગઈ હતી. જેને મહા મહેનતે લોકોએ બહાર કાઢી હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કરતાં પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી. ભૂંકપના પગલે થયેલા આ મૃત્યુથી સરકારી તંત્રમાં ચકચાર મચી છે. જ્યારે મૃતકના પરિવાર પાસેથી ઘરની છત અને ઘરના મોભી વિનાનો બની જતાં હૈયાફાટ આક્રંદથી ગમગીનીનો માહોલ વ્યાપી ગયો છે. મૃતકનું નામ રિસ્યા દામાં મેઘવાલ (ઉં.68) હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.