ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના એક ગામમાં ખુદ કાકાએ ભત્રીજી સાથે આચર્યું દુષ્કર્મ, પોલીસે કરી ધરપકડ - guarati news

ધરમપુરઃ વલસાડ જિલ્લાના ધરમપુર નજીકમાં આવેલ એક ગામમાં ગૃહપતિ તરીકે ફરજ બજાવતા સગા કાકાએ 14 વર્ષની ભત્રીજીને પોતાની હવસનો શિકાર બનાવી હતી ઘટના ની જાણકારી સગીર ના પરિવારને થતા પોલીસ ફરિયાદ કરતા ધરમપુર પોલીસે કાકાની ધરપકડ કરી છે

આરોપી

By

Published : Apr 6, 2019, 5:39 PM IST

વલસાડ નજીકમાં આવેલ ધરમપુરથી 35 કિમિ દૂર આવેલ એક ગામમાં ચાલતી આશ્રમ શાળામાં ગૃહ પતિ તરીકે ફરજ બજાવતા સુનિલ રમતું પાડવી તેની જ આશ્રમ શાળામાં અભ્યાસ કરતી 14 વર્ષીય ભત્રીજી ઉપર નજર બગાડી હતી. જે યુવતીને રાત્રે ટેરેસ ઉપર મળવા પણ બોલાવતો હતો, પરતું ભત્રીજી તેને મળવા જતી નહીં. ચાલુ માસની પ્રથમ તારીખે રાત્રે જામી પરવારી તેણી લેશન કરતી હતી, ત્યારે નવ વાગ્યાની આસપાસમાં છાત્રાલયની એક યુવતીએ તેણી પાસે આવીને ગૃહમાતા બોલાવે છે એમ તેમણે જણાવ્યું હતું.

આરોપીની પોલીસે કરી ધરપકડ

સગીરા ગૃહમાતા પાસે પહોંચતા ગૃહમાતાએ જણાવ્યું કે, તારું અગત્યનું કૌટુંબિક કામ હોવાથી તારા કાકા સુનીલે તને બોલાવી છે. તેણી છાત્રાલયની બહાર જતા થોડે દૂર ઊભેલા સુનીલ તેની પાસે જઈ જબરજસ્તી પકડી લઈ બાથરૂમની બાજુમાં આવેલા રૂમમાં લઇ ગયો હતો. જ્યાં નરાધમ ગૃહપતિએ તેણી સાથે દુષ્કર્મ આચર્યુ હતું. સગીરાએ બુમાબુમ કરવાની કોશિશ કરતા હવસમાં અંધ બનેલા કાકાએ તેણીને બદનામ કરી દેવાની અને શાળા માટે નામ કમી કરાવી દેવાની ધમકી આપી હતી.

ભોગ બનેલી સગીરા કપડાં પહેરી રૂમની બહાર નીકળતી વેળા બંધ કરાયેલો દરવાજો ખખડાવતા ગૃહમાતાએ દરવાજો ખોલ્યો હતો. જોકે ગૃહમાતાએ તેણે આ સમયે કોઈ પૂછપરછ કરી ન હતી અને સગીરા પોતાની જગ્યાએ જઈ સૂઈ ગઈ હતી. આ બનાવના બીજા દિવસે ગૃહમાતાએ એસએમસીની મિટિંગ બોલાવી હતી. જેમાં આચાર્ય, ગૃહપતિ, ગૃહમાતા અને સભ્યો હાજર રહ્યા હતા.

સગીરાના પિતા શાળામાં આવતાં તેણીએ તેમની સાથે ઘરે ગઈ હતી. સગીરાએ પોતાની સાથે બનેલી હકીકત તેની માતાને જણાવતા માતાએ સમગ્ર બાબતે ધરમપુર પોલીસ મથકે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

આ સમગ્ર બાબતે પોલીસે કાકા સુનિલ પાડવી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સગીર યુવતીને મેડિકલ તપાસ માટે સુરત મોકલવામાં આવી હતી. નોંધનીય છે કે, અંતરિયાળ વિસ્તારમાં આવેલી કેટલીક આશ્રમ શાળાઓમાં છાશવારે આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એક કિસ્સો બહાર આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી.

ABOUT THE AUTHOR

...view details