ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના ઈફેક્ટઃ લોકડાઉનના કારણે શાકભાજીનું ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ દયનીય - કપરાડા ન્યૂઝ

વૈશ્વિક મહામારી કોરોનાને કારણે શાકભાજીનું ઉત્પાદન કરીને રૂપિયા રડતા ખેડૂતોની હાલત દયનીય બની છે. આ લોકડાઉનના સમયમાં મોટાભાગે આંતર રાજ્યમાંથી આવતા વેપારીઓ બંધ થઈ ગયા છે અને સ્થાનિક કક્ષાએ રહેતા વેપારીઓ શાકભાજીની ખરીદી નજીવા ભાવે કરતાં ખેડૂતોને વળતર ઓછું મળી રહ્યું છે. જેના કારણે ખેડૂતોને મજૂરી પણ માથે પડી રહી છે. આગામી દિવસમાં હજૂ પણ જો આ લોકડાઉન ચાલુ રહ્યું, તો ખેડૂતોની સ્થિતિ વધુ દયનીય બનશે.

ETV BHARAT
કોરોના ઈફેક્ટઃ લોકડાઉનના કારણે શાકભાજીનું ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ દયનીય બની

By

Published : Apr 29, 2020, 11:42 AM IST

વલસાડ: ધરમપુર અને કપરાડા વિસ્તારમાં લગ્નસરાની સિઝન હોવાને કારણે ખેડૂતો શાકભાજીમાં રીંગણ, ટામેટા, મરચાં, કાકડી, ભીંડા જેવી શાકભાજીઓનું ઉત્પાદન કરતાં હોય છે, પરંતુ આ કમાણીની સિઝનમાં અચાનક કોરોના વાઇરસ સમગ્ર દેશમાં પ્રસરી જતાં સરકારે દેશને લોકડાઉન કર્યો છે. આ લોકડાઉનના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. કારણ કે, હાલમાં ખેતરોમાં શાકભાજીનો પાક તૈયાર છે અને ખેડૂતો આ શાકભાજી માર્કેટ સુધી પણ લઇ જઇ રહ્યા છે, પરંતુ એક સાથે મોટા જથ્થામાં ખરીદી કરવા આવનારા મોટા વેપારીઓ મહારાષ્ટ્ર, સુરત કે નવસારીથી આવતા બંધ થઈ ગયા છે. જેથી સ્થાનિક કક્ષાના વેપારીઓ ખેડૂતોને આ શાકભાજીની નજીવી કિંમત ચૂકવતા હોય છે. જેના કારણે ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે.

કોરોના ઈફેક્ટઃ લોકડાઉનના કારણે શાકભાજીનું ઉત્પાદન કરનારા ખેડૂતોની સ્થિતિ દયનીય બની

ઉલ્લેખનીય છે કે, ધરમપુર અને કપરાડા વિસ્તારના મોટાભાગના ખેતરોમાં હાલ ખેડૂતોએ રીંગણ, ટામેટા, ભીંડા, ગવાર, સિંગ, કાકડી, કોળા, ટીંડોળા જેવી અનેક શાકભાજીનું વાવેતર કર્યું છે. પરંતુ તેની યોગ્ય કિંમત ખેડૂતોને મળતી નથી.

ABOUT THE AUTHOR

...view details