- કોરોનાને કારણે ધરમપૂરએ પોતાના ડોક્ટરને ગુમાવ્યા
- છેલ્લા 44 વર્ષથી આપી રહ્યા હતા ધરમપુર ખાતે સેવા
- અનેક સંસ્થાઓમાં ટ્રસ્ટી તરીકે પણ આપી સેવા
ધરમપુર: તાલુકા મૂળ કોસમકુવા ગામના વતની બાબુભાઈ ચતુરભાઈ પટેલનું ટૂંકી માંદગી દરમિયાન નિધન થતાં સમગ્ર ધરમપુર તાલુકામાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. બાબુભાઈના ઘરમાં આર્થિક પરિસ્થિતી સારી નહોવા છતા તેમના પિતાએ તેમને તબીબનો અભ્યાશ કરાવ્યો હતો.
એક દિવસમાં 450 જેટલા દર્દીઓને તપાસતા હતા
1977માં તેમણે ધરમપુરમાં પોતાના ક્લિનિકનો પ્રારંભ કર્યો હતો અને આસપાસના અનેક લોકો ધીરે ધીરે તેમના ક્લિનિક ઉપર આવતા થયા હતા ધરમપુર તાલુકા વિસ્તારમાં તબીબ તરીકે ખ્યાતનામ પામેલા બાબુભાઈ શરૂઆતથી જ દર્દીઓ પાસેથી નજીવી ફી લઇ તેમજ કેટલાક દર્દીઓને સ્થિતિ જોઈ બાંધ છોડ કરી દેતા તેમજ એક જ દિવસમાં 450જેટલા દર્દીઓને સારવાર આપવાનો પણ રેકોર્ડ ધરાવતા હતા.