ગુજરાત

gujarat

ETV Bharat / state

Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર - Organ Retrieval Center

વાપીની હરિયા હોસ્પિટલ (Vapi Hariya Hospital )ખાતે શનિવારે બીજું અંગદાન કરવામાં આવ્યું.. વાપીના 55 વર્ષીય મુરલી નાયર નામના દર્દી બ્રેઇન ડેડ થયાં હતાં. જેમના વિવિધ અંગોના દાન થકી 5 દર્દીઓને જીવનદાન (Donation of brain dead organs in Vapi ) આપ્યું છે.

Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર
Donation of brain dead organs in Vapi : વાપીમાં બ્રેઇનડેડ દર્દીના અંગદાન થકી 5 લોકોને મળશે જીવનદાન, અમદાવાદ સુધી ગ્રીન કોરીડોર

By

Published : Apr 2, 2022, 7:25 PM IST

વાપીઃ વાપીની હરિયા એલ.જી. રોટરી હોસ્પિટલ (Vapi Hariya Hospital ) ખાતે શનિવારે બીજું અંગદાન કરવામાં આવ્યું હતું. વાપીના 55 વર્ષીય મુરલી નાયર નામના દર્દી બ્રેઇન ડેડ થવાથી તેના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીને આંખો, લીવર તથા કીડનીનું દાન કરી પાંચ દર્દીઓને જીવનદાન આપ્યું છે. હરિયા એલ જી હોસ્પિટલમાંથી અમદાવાદની જાયડ્સ હોસ્પિટલ સુધી ગ્રીન કોરોડોર તૈયાર કરી એક બ્રેઇન ડેડ થયેલા દર્દીના લીવર, કિડનીને મોકલવામાં (5 people will get life through organ donation of brain dead patient in Vapi)આવ્યાં હતાં. અમદાવાદમાં આ અવયવો અન્ય 3 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરી નવું જીવન આપવામાં આવશે.

વિવિધ અંગોના દાન થકી 5 દર્દીઓને જીવનદાન

6 દિવસની સારવાર બાદ થયું હતું નિધન - વાપીમાં રહેતા મુરલી નાયરને બ્રેઇન સ્ટ્રોક આવતા વાપીની હરિયા એલ. જી. હોસ્પિટલમાં (Vapi Hariya Hospital ) દાખલ કરાયા હતાં. 6 દિવસની સારવાર બાદ પણ તે બ્રેઇન સ્ટ્રોકમાંથી બહાર આવી શક્યા નહોતા. જ્યારે તેમના અન્ય કિડની, લીવર જેવા અંગો સલામત હતાં. એટલે તબીબોએ નાયર પરિવાર સાથે અંગોના દાન અંગે વાત કરી હતી. જે નાયર પરિવારે સહર્ષ સ્વીકારી લીધી હતી. જે બાદ શનિવારે મુરલી નાયરના કિડની, લીવરને અમદાવાદમાં જાયડ્સ હોસ્પિટલમાં ઓપરેશન હેઠળ રહેલા દર્દીઓને આપવાનું નક્કી કરાયુ હતું. જે અંતર્ગત વાપી એલ. જી. હરિયા હોસ્પિટલથી અમદાવાદ સુધીનો ગ્રીન કોરિડોર ( Green Corridor to Ahmedabad)તૈયાર કરી અવયવોને સુરક્ષિત કરી રવાના કરાયા હતાં.

આ પણ વાંચોઃ Organ Donation Surat: ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

પાંચ દર્દીઓને અંગોનું ટ્રાન્સપ્લાન્ટ કરાશે - રોડ માર્ગે અંદાજિત સાડા ચાર કલાકે આ અવયવો અમદાવાદ પહોંચશે અને ત્યાં 3 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. નાયર પરિવારની આ માનવતાની મિશાલને તબીબોએ અન્ય માટે પ્રેરણાદાયી ગણાવી હતી. વાપીની હરિયા એલ જી રોટરી હોસ્પિટલને (Vapi Hariya Hospital ) સરકાર માન્ય નેશનલ ઓર્ગન અને ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઈઝેશન (National Organ and Tissue Transplant Organization - NOTTO) દ્વારા ઓર્ગન રીટ્રેવલ સેન્ટર (Organ Retrieval Center)તરીકે માન્યતા આપી છે, જેના દ્વારા બન્ને આંખો નવસારી તથા લીવર અને કીડનીનુ ટ્રાન્સફર કરી તેને વલસાડ જિલ્લાના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વાપીથી અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર મારફતે મોકલવામાં આવ્યા હતાં. જ્યાં વહેલી તકે પાંચ દર્દીઓને સદર અંગોનુ ટ્રાન્સપ્લાન્ટ કરશે.

55 વર્ષીય મુરલી નાયર નામના દર્દી બ્રેઇન ડેડ થવાથી તેના પરિવાર દ્વારા જરૂરિયાતમંદ દર્દીને આંખો, લીવર તથા કીડનીનું દાન કરી પાંચ દર્દીઓને જીવનદાન આપ્યું

આ પણ વાંચોઃ દુબઈમાં પતિને બ્રેઈન સ્ટ્રોક આવતા પત્નીએ અંગદાન કરીને ત્રણને જીવનદાન આપ્યું

પુણ્યનું કાર્ય કરવાની તક મળી છે -મૃતક દર્દી મુરલી નાયરના અવયવોના દાન અંગે તેમના પત્ની અને પુત્રએ જણાવ્યું હતું કે, તબીબોની સલાહ બાદ અમને પણ લાગ્યું કે આ રીતે અવયવ દાન કરવાથી અન્ય લોકોને નવું જીવનદાન મળશે. અને આ પુણ્યનું કાર્ય કરવાની તક મળી છે. પરિવારે પોતાની ખુશીથી પરિવારના મોભીના અવયવોનું અંગદાન કર્યું છે.

હરિયા હોસ્પિટલમાંથી દ્વિતીય અંગદાન - ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ હરિયા હોસ્પિટલમાંથી (Vapi Hariya Hospital ) આ જ પ્રકારે એક ભાનુશાલી સજ્જનના અવયવો નવસારી અને અમદાવાદ ગ્રીન કોરિડોર મારફતે મોકવામાં આવ્યા હતાં. જે બાદ આ વાપીની એલ જી હરિયા હોસ્પિટલમાંથી આ દ્વિતીય અંગદાન કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details