ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી 30 હજારની વેચાઈ - Gujrat

વલસાડઃ શહેરના કૈલાશ રોડ ઉપર આવેલ જયના અનુપમ એન પરમાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી જલારામ મનો વિકાસ કેન્દ્ર વલસાડમાં માનસિક દિવ્યાંગ વિદ્યાર્થીઓએ વિશિષ્ટ પ્રશિક્ષણ આપીને રાખડી બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. જે મુજબ આ બાળકો દ્વારા બનાવવામાં આવેલી અંદાજીત રૂપિયા 30 હજારથી વધુની કિંમતની રાખડીઓનું વેચાણ થયું છે.

વલસાડ

By

Published : Aug 15, 2019, 12:23 AM IST

Updated : Aug 15, 2019, 6:12 AM IST

શહેરના પારડી સાઢપોર વિસ્તારમાં આવેલી જલારામનો વિકાસ કેન્દ્રમાં 66 જેટલા માનસિક તથા બહુવિધ દિવ્યાંગ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. અહીં બાળકોને પગભર થવા માટે અનેક પ્રકારનું પ્રશિક્ષણ આપવામાં આવે છે જે તદ્દન નિશુલ્ક છે. રક્ષાબંધન પર્વને લઈને આ બાળકોને કલાત્મક અને રંગબેરંગી રાખડીઓ બનાવવાનો પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. જે મુજબ બાળકો દ્વારા વિવિધ રાખડીઓ બનાવવામાં આવી હતી. તેમજ હજુ પણ તેઓ કલાત્મક રાખડીઓ બનાવી રહ્યા છે.સંસ્થાના સંચાલિકા આશાબેન ખેતાનના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં અંદાજિત ૩૦ હજાર રૂપિયાની રાખડીઓનું વેચાણ થઈ ચૂક્યું છે. બાળકો દ્વારા બનાવવામાં આવેલી રાખડીઓ જેવી કે કાર્ટૂન કેરેક્ટરની રાખડી છોટાભીમ, પોકેમોન બેનટેન સહિત તેમજ મોતીના દાણા વાડી રાખડીઓની લોકોમાં વધુ માંગ છે.

વલસાડના દિવ્યાંગ બાળકોએ બનાવેલી રાખડી 30 હજાર રૂપિયાની વેચાઈ,etv bharat

રાખડીમાંથી આવતી આવકનો હિસ્સો બાળકોને સ્ટાઇપેન્ડ તરીકે આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ તો ખુશ થાય છે. સાથે સાથે તેમના વાલીઓ પણ ખુશ થાય છે. આ સંસ્થામાં દિવ્યાંગ બાળકોને નિશુલ્ક શિક્ષણ આપવામાં આવે છે. જેથી સમાજમાં તેઓ સારી રીતે જીવન નિર્વાહ કરી શકે.

Last Updated : Aug 15, 2019, 6:12 AM IST

ABOUT THE AUTHOR

...view details