વલસાડ: જિલ્લામાં કોરોનાના કેસોમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે તેનાથી બચવા માટે આયુષ મંત્રલાય દ્વારા નિયત કરવામાં આવેલી હોમિયોપેથી દવા આર્સેનિક આલ્બમ જે કોરોના સામે રોગપ્રતિકારક શક્તિ વધારનારી છે તેનું 1000 જેટલી ગોળીનું વિતરણ કપરાડા તાલુકાના ટીસકરી જંગલ ગામે કરવામાં આવ્યું હતું.
કપરાડાના ટીસકરી જંગલ ગામે હોમિયોપેથી દવાનું કરાયું વિતરણ - કપરાડાના ટીસકરી જંગલમાં હોમિયોપેથી દવા વિતરણ
કપરાડા તાલુકાના ટીસકરી જંગલ ગામે હોમિયોપેથી દવા જે કોરોનાની મહામારીમાં રોગપ્રતિકારક શક્તિ વધારનારી છે, એવી 1000 ગોળીનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લોકોને સોશિયલ ડિસ્ટંન્સ સહિત માસ્ક બાંધીને તકેદારી રખવા માટે જણાવવામાં આવ્યું હતું.
સરકારી હોમિયોપેથી દવાખાનું નાનાપોઢાના મેડિકલ ઓફિસર ડૉ. જીતેન્દ્ર દેસાઈ દ્વારા ટીસકરી જંગલ ગામે આજે શનિવારે 1000 જેટલી દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ તેના ઉપયોગ અંગે લોકોને સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત કોરોનાની બીમારીથી બચવા સેનેટાઇઝરનો ઉપયોગ કરવો, માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટંન્સ સતત જાળવી રાખવા માટે પણ જણાવ્યું હતું.
નોંધનીય છે કે, વલસાડ જિલ્લામાં વાપી, પારડી, વલસાડ અને ધરમપુરમાં અત્યાર સુધી કેસો નોંધાયા છે. કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોમાં તકેદારી અને લોકોની જાગૃતતાને કારણે હજુ સુધી કેસ સામે આવ્યા નથી.