ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરમપુરમાં પમ્પ હાઉસમાં સર્જાઈ ખામી, લોકો પીવાના પાણીથી વંચિત - Municipality

ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુરમાં લોકોને પીવાનું પાણી પહોંચાડવા નગર પાલિકા દ્વારા સ્ટેન્ડ પોસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે, છેલ્લાં 4 દિવસથી શોર્ટસર્કિટને કારણે પમ્પ હાઉસની મોટર બગડી જતાં ધરમપુરના ત્રણથી વધુ વોર્ડમાં પીવાના પાણી માટે લોકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. તંત્રએ ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી છે. જો કે, લોકો તેમના સુધી પાણી નહીં પહોચતું હોવાની ફરિયાદ કરી રહ્યાં છે.

Dharampur
ધરમપુર નગરપાલિકા

By

Published : Jan 20, 2020, 2:17 PM IST

વલસાડ જિલ્લાના ધરમપુરના 7 વોર્ડમાં 25 હજારની વસ્તીને પીવાનું પાણી મળી રહે તે માટે કુરગામ ખાતે પાર નદી ઉપર પમ્પ હાઉસમાં ત્રણ મોટર મુકવામાં આવી છે. પરંતુ ગત તારીખ 16ના રોજ પાણીની મોટરમાં ખામી સર્જાતા ધરમપુરના લોકોને ગત 4 દિવસથી પાણી નથી મળતુ નથી. કેટલાંક વોર્ડમાં હેન્ડ પંપની વ્યવસ્થા હોવાથી વૈકલ્પિક રીતે પાણી મળી રહ્યું છે, તો કેટલાક વોર્ડમાં નગર પાલિકા ટેન્કર દ્વારા પાણી પહોંચાડી રહી છે.

પમ્પ હાઉસમાં ખામી

સમગ્ર બાબતે નગર પાલિકાના પાણી સમિતિના ચેરમેને જણાવ્યું કે, પમ્પ હાઉસમાં મોટરનું સમારકામ ચાલુ છે. એક-બે દિવસમાં રાબેતા મુજબ પાણી આપવાનું કાર્ય શરૂ થઈ જશે.

ABOUT THE AUTHOR

...view details