શું છે સમગ્ર ઘટના...?
- પરિવારના મોભી વહેલી સવારે ઈલેકટ્રીક મોટરની સ્વીચ ચાલું કરવા જતા કરન્ટ લાગ્યો
- તેમને બચાવવા તેમના પત્નિ અને પુત્ર દોડી જતા તેઓ પણ વીજ કરન્ટની ઝપેટમાં આવ્યા
- પરિવારના વધુ એક સદસ્ય આ ત્રણેયના સંપર્કમાં આવતા તેમને પણ વીજ કરન્ટ લાગ્યો
- આ ઘટનામાં 3 લોકોના મોત જ્યારે 1 ઇજાગ્રસ્ત
વલસાડઃ જિલ્લાના પારડી તાલુકાના પરિયા ગામે તળાવ નજીક આવેલા બ્રાહ્મણ ફળિયામાં રહેતા ઉપેશ ભાનાભાઈ પટેલ આજે સોમવારની વહેલી સવારે તેમના ઘર આંગણે આવેલી પેજારીમાં ઈલેકટ્રીક મોટરની સ્વીચ ઑન કરવા ગયા હતા. તે દરમિયાન કરન્ટન લાગતા તેઓએ બૂમાબૂમ કરી હતી. જેને લઇને તેમને બચાવવા માટે તેમની પત્ની કોકિલાબેન અને 18 વર્ષીય પુત્ર વિરલ બન્ને દોડી ગયા હતા.
જો કે, આ બન્ને લોકો પણ ઉપેશભાઈના સંપર્કમાં આવતા આ ત્રણેયને વીજ કરંટ લાગ્યો હતો. જેના પગલે ત્રણેય લોકો પહેલા બેહોશ થઈ ગયા હતા. અચાનક આવેલા અવાજના પગલે ઉપેશની માતા સવિતા બેન (ઉ.વ 60) સ્થળ ઉપર આવી બચાવવાની કોશિશ કરવા જતાં તેઓ પણ આ ત્રણેયના સંપર્કમાં આવ્યા હતા અને તેમને પણ ઇલેક્ટ્રિક કરન્ટનો ઝટકો લાગ્યો હતો.