વલસાડગુજરાતમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠેર ઠેર (Monsoon Gujarat 2022)વરસાદ પડી રહ્યો છે. વલસાડના ધરમપુરમાં બપોર બાદ ભારે ગાજવીજ શરૂ થયો (Rain in Valsad )હતો. ધરમપુરના સજની બરડા ગામે ખેતરમાં કામ કરવા ગયેલા 50 વર્ષેના આધેડ પરવીજળી પડતા તેમનું( Death by lightning)ઘટના સ્થળે મોત થયું છે. ધરમપુરના ડુંગરાળ અને ઊંડાણના ગામોમાં ચોમાસા દરમિયાન વીજળી પડવાની ઘટના ગ્રામજનો માટે સામાન્ય છે.
ધરમપુરનામાં આકાશી આફત ત્રાટકતા આધેડનું મોત - heavy rain in Dharampur
વલસાડ જિલ્લામાં આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદી માહોલ જામ્યો હતો. જિલ્લાના વાપી વલસાડ ધરમપુર કપરાડા અને ઉમરગામ તાલુકામાં વીજળીના કડાકા ભડાકા સાથે તોફાની વરસાદ વરસ્યો હતો. ધરમપુરના સજની બરડા ગામે ખેતરમાં કામ કરવા ગયેલા 50 વર્ષેના આધેડ પર વીજળી પડતા તેમનું ઘટના સ્થળે મોત થયું છે.Monsoon Gujarat 2022,Death by lightning, Rain in Valsad, Death by lightning heavy rain in Dharampur of Valsad
વીજળી પડતા મોતસુરકાર ફળિયામાં રહેતા રાજીરામ સુરકાર નામના વ્યક્તિ તેમની પત્ની સાથે ખેતરમાં કામ કરી રહ્યા હતા તે દરમિયાન તેમના પર વીજળી પડતા તેમનું મોત નિપજ્યું છે. અચાનક ઘટના બનતા તેમની પત્નીએ બુમાબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ ઘટનાની ધરમપુર પોલીસને જાણ કરવામાં આવતા ધરમપુર પોલીસ ઘટના સ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોટમ માટે ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
વલસાડમાં સરેરાશ 100 ઇંચ કરતા વધુ વરસાદધરમપુર તાલુકાને વલસાડ જિલ્લાનું ચેરપુજી ગણવામાં(heavy rain in Dharampur)આવે છે. અહીં દર વર્ષે ચોમાસા દરમિયાન 100 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાય છે. ગાજવીજ સાથે વરસાદ પડવો સ્થાનિકો માટે સામાન્ય બાબત છે. પરંતુ મોટા ભાગે લોકો ચોમાસા દરમિયાન ખેતરોમાં કામ કરતી વેળાએ આવી ઘટના બનતી હોય છે.