- વલસાડના કલગામમાં બનાવવામાં આવ્યું સાંસ્કૃતિક વન (Cultural Forest)
- પ્રવાસીઓને આકર્ષવા 4 હેકટરમાં વનનું નિર્માણ કરાયું
- 14 ઓગસ્ટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી (CM Vijay Rupani) ઉદ્ઘાટન કરશે
- એક વનમાં 12 વન સહિત બાળકો માટે વિવિધ આકર્ષણ રહેશે
કલગામ (વલસાડ):- જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 4 હેક્ટરમાં પથરાયેલા આ વનમાં 12 અલગ અલગ વન ઉભા કરવામાં આવ્યા છે. આમાં દેશી-વિદેશી ઝાડ-છોડનું વાવેતર પણ કરવામાં આવ્યું છે. એટલે કે વલસાડ જિલ્લાના લોકો માટે આ ફરવા માટેનું નવું નઝરાણું છે.
આ પણ વાંચો-વડોદરા પોલીસ તાલીમ શાળા લાલબાગ ખાતે DGP અને તેમના પત્નીના હસ્તે ઘોડિયાઘરનું ઉદ્ઘાટન
રાજ્ય સરકારને નવી પહેલ કરી
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાનું કલગામ ગામ વર્ષોથી ધાર્મિક સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. નજીકમાં નારગોલ બંદર તેના બીચ માટે જાણીતું છે ત્યારે આ વિસ્તારને પ્રવાસનધામ તરીકે વિકસિત કરવા રાજ્ય સરકારે નવી પહેલ કરી છે. કલગામ ગામમાં સામાજિક વનીકરણ વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. 14 ઓગસ્ટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી આ વનનું ઉદ્ઘાટન કરશે. ત્યારે આ વન અંગે સામાજિક વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વન 4 હેક્ટરમાં આકાર પામશે અને તે 2 તબક્કામાં તે પૂર્ણ કરવામાં અવશે. વનની વિશેષતા એ છે કે, અહીં પ્રવાસીઓ માટે અલગ અલગ 12 વન નિર્માણ કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચો-મુખ્યપ્રધાન રૂપાણીએ રાજ્યનાં પ્રથમ એમેઝોન ડિજિટલ સેન્ટરનો કર્યો પ્રારંભ