વલસાડઃ શહેરના ધરમપુર રોડ વિસ્તારમાં આવેલી યસ બેન્કના ATM પર શુક્રવારે બેન્ક ખાતા ધારકોએ અનેક ગ્રાહકો પોતાના પૈસા ઉપાડવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા યસ બેન્ક પર કેટલાક કારણોસર લગામ મૂકવાનો નિર્ણય કર્યો છે.
વલસાડમાં યસ બેન્કની બહાર પૈસા ઉપાડવા ભીડ ઉમટી, પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડ્યો - ખાનગી બેન્ક
RBI દ્વારા યસ બેન્ક સામે કેટલાક કારણોસર લગામ લગાવી હોવાના સમાચારો વહેતા થયા છે. આ કારણે યસ બેન્કમાં ખાતા ધરાવતા લોકો તેમના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે મોડી રાત્રેથી જ ATMમાં લાંબી લાઈનો લાગી હતી, જેમાં વલસાડ શહેર પણ બાકાત નથી રહ્યું. વલસાડ શહેરના ધરમપુર રોડ પર આવેલી યસ બેન્ક પાસે પણ અનેક ગ્રાહકો ઉમટી પડતા પોલીસ પ્રોટેકશન મુકવાની ફરજ પડી હતી.
આ કારણે ગ્રાહકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે, યસ બેન્ક બંધ થઈ જશે. યસ બેન્કમાં બેન્ક એકાઉન્ટ ધરાવતા અનેક ગ્રાહકો તેમના પૈસા બચાવવા માટે ATMમાંથી નાણા ઉપાડવા માટે ઉમટી પડ્યા હતા. જેને લઈને વલસાડ શહેરમાં પણ યસ બેન્કના ATMમાં ભારે ભીડ જોવા મળી હતી. વહેલી સવારથી જામેલી ભીડને પગલે કોઈ અનિચ્છનિય ઘટના ન બને, એ માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેન્ક દ્વારા કેટલાક ગોટાળા બહાર આવવાને કારણે યસ બેન્ક પર લગામ મૂકવામાં આવી રહી છે. તો આ સાથે જ આ બેન્કને અમુક હિસ્સો રિઝર્વ બેન્ક અથવા તો સ્ટેટ બેન્ક સાથે મર્જ કરવામાં આવે, તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે. જોકે, આ સમગ્ર બાબતે આગળ શું કરવામાં આવશે, તે અંગે આગામી દિવસોમાં જાણ થશે.