વલસાડ: જિલ્લાના પારડી તાલુકાના એક યુવાને સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળ (Crime Against Minor Girl In Valsad)માં ફસાવી હતી. આરોપી યુવકે સગીરાને ખોટા વચનો આપી વારંવાર શરીર સુખ માણી અંતગપળના વિડિયો બનાવ્યા હતા અને આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Crime In Valsad) કર્યા હતા. આ મામલે થયેલી ફરિયાદમાં વલસાડ સાયબર ક્રાઈમ બ્રાન્ચ (cyber crime branch valsad)ની પોલીસ ટીમે આરોપી યુવાનની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી. સગીરાને બ્લેકમેઇલ કરતો હતો આરોપી- 30 માર્ચ 2022ના રોજ વલસાડ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં એક મહિલાએ ફરિયાદ દાખલ કરાવી હતી કે, તેમની એક સગીર વયની દીકરીને એક યુવાને લગ્નની લાલચ આપી તેને વિશ્વાસમાં લઈ તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધ્યાં હતા અને તેના મોબાઈલમાં તેણીનાં અંગતપળોના બિભત્સ ફોટાઓ ખેંચી લીધા હતા.
આ પણ વાંચો:Rape in Patan: પાટણના સાંતલપુરમાં સગીરા સાથે દુષ્કર્મ, 3 આરોપીની ધરપકડ
ગામના જૂદા જૂદા ઠેકાણે સગીરાના ફોટા લગાવ્યા-આરોપીએ ફેસબુક ID મારફતે ફરિયાદીના દિયરને ફોટાઓ મોકલી વાયરલ કર્યા હતા. એટલું જ નહીં, પણ તેણીના ફોટાની હાર્ડ કોપી કાઢી તેને ગામમાં જુદા જુદા ઠેકાણે લગાવી સગીરાને ઈરાદાપૂર્વક બદનામ કરવાનું કૃત્ય (act of intentional defamation valsad) કર્યું હતું. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વલસાડ જિલ્લાના એસ.પી. (SP of Valsad district) રાજદીપ સિંહ ઝાલાની સૂચનાઓના આધારે એક વિશેષ ટીમનું ગઠન કરી ટેકનિકલ સર્વેલન્સ અને જરૂરી IP ટ્રેસ કરી આ કામના આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે.
આ પણ વાંચો:Crime In Ahmedabad: નિકોલમાં સગીરા સાથે અપહરણ બાદ દુષ્કર્મ, માથાભારે આરોપી સામે ફરિયાદ
પારડી નેવરી ગામના યુવકની પોલીસે ધરપકડ કરી- વલસાડ સાયબર ક્રાઈમ પોલીસે આ ગુનામાં વલસાડ જિલ્લાના પારડી તાલુકાના નવેરી દાદરી ફળિયા ગામમાં રહેતા દીપક પ્રકાશભાઈ નાયકા નામના યુવાનની ધરપકડ કરી છે. પોલીસે તેની સઘન પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે, તે સુરતમાં હીરા ઘસવાનું કામ કરતો હતો. તેણે સગીરાને અનેકવાર સુરત (Crime In Surat) લઈ જઈ તેની સાથે શરીર સંબંધ બાંધ્યા હતા. ફરીવાર તેણી ન આવતા તેણે ફોટાઓ વાયરલ કર્યા હોવાનું જણાવ્યું હતું. હાલ તો પોલીસે આરોપી સામે પોક્સો (pocso cases in gujarat) અને ખોટી ID બનાવી સગીરાને બદનામ કરવાનો ગુનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.