- જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા રસીકરણ કેમ્પ (Vaccination Camp)
- 110 લોકોને અપાયા વેક્સિનના ડોઝ
- આગામી દિવસોમાં પણ (Vaccination Camp) યોજવાનો નીર્ધાર
વલસાડ : વાપીમાં જમીયત ઉલેમાએ વાપી ટ્રસ્ટ દ્વારા કોવિડ-19 રસીકરણ કેમ્પ(Vaccination Camp)નું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનું ઉદ્ઘાટન વાપી નગરપાલિકાના પ્રમુખ અને ટ્રસ્ટના સભ્યોએ કર્યું હતું. જેમાં 110 લોકોને વેક્સિનના ડોઝ આપવામાં આવ્યાં હતાં.
આગામી દિવસોમાં 18થી વધુ ઉંમરના લોકો માટે પણ વેક્સિનેશન કેમ્પ (Vaccination Camp) યોજાશે
આ અંગે વાપી જમીયતે ઉલેમાએ ટ્રસ્ટના પ્રમુખ ઇન્તેખાબ ખાને જણાવ્યું હતું કે, કોરોના કાળમાં દર્દીઓ માટે સેવા બજાવતી વખતે આ મહામારી કેટલી ગંભીર છે. તે ધ્યાને આવ્યું હતું. તબીબો સાથે પણ અનેકવાર કોરોના વેક્સિનને લઈને ચર્ચા થઈ હતી. એક તરફ વેક્સિનને કારણે હિન્દૂ-મુસ્લિમ સમાજમાં અનેક ખોટી ભ્રમણા હતી. જેને દૂર કરવાના આશયથી આ રસીકરણ કેમ્પ(Vaccination Camp)નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 45થી વધુ ઉંમરના 110 લોકોને પ્રથમ ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. જે બાદ આગામી દિવસોમાં 18થી વધુ ઉંમરના લોકોને માટે પણ વેક્સિનેશન કેમ્પ (Vaccination Camp)નું આયોજન કરવાનું ટ્રસ્ટે નક્કી કર્યું છે.
આ પણ વાંચો : Surat Corona Update: સુરત ગ્રામ્યમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, મંગળવારે માત્ર 23 પોઝિટીવ કેસ નોંધાયા