ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડમાં 4 વર્ષની બાળકીએ આપ્યો કોરોના અંગે મેસેજ, વીડિયો થયો વાયરલ - મહીલા સરપંચ

કોરોનાની મહામારી દિન પ્રતિદિન અનેક લોકોને પોતાની ઝપેટમાં લઇ રહી છે. વલસાડ જિલ્લામાંમાં 400 થી વધુ કેસો નોંધાયા છે. એવામાં એક 4 વર્ષની બાળકીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 4 વર્ષની બાળકી કોરોનાથી બચવા માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ અંગે તેની મીઠી મધુરી વાણી સાથે સમજાવતી જોવા મળી રહી છે.

etv bharat
etv bharat

By

Published : Jul 22, 2020, 10:37 AM IST

વલસાડ: જિલ્લામાં હાલમાં કોરોનાના કેસની સંખ્યાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર લોકોમાં જાગૃતતા લાવવા માટે અનેક રીતે કામગીરી કરી રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં 4 વર્ષની બાળકીએ કોરોનાથી બચવાના ઉપાયો અંગે પોતાની કાલી ઘેલી વાણીમાં લોકોને સમજાવી રહી છે.

કપરાડા તાલુકાના અંભેટી ગામના મહીલા સરપંચ કુસુમ બેનની 4 વર્ષીય પૌત્રી ધાની જે બોલવામાં ખૂબ વાચાળ છે. જ્યાં બાળકો આ ઉંમરે રમકડાંથી રમતા હોય છે. કોરોના જેવી બીમારી માટે આ બાળકીના વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ માચાવી રહ્યો છે.

બાળકીએ આપેલો કોરોના અંગેનો મેસેજ વાયરલ

બાળકી ડોકટર બનીને રમકડાંનું સ્ટેથોસ્કોપ લઈને એક ડોકટર હોય એ રીતે જણાવી રહી છે કે, કોરોનાથી બચવા માટે લોકોએ માસ્ક પહેરવું, બહાર ફરીને આવ્યા બાદ સેનિટાઈઝરથી હાથ ધોવા જેવી બાબતો લોકજાગૃતતા માટે જાણે બાળકી લોકોને સલાહ આપી રહી છે. પોતાની કાલી ઘેલી ભાષામાં આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

વલસાડ જિલ્લામાં હાલમાં કોરોનાના કેસની સંખ્યાઓ વધી 400 થઈ છે. ત્યારે દરેક નાગરિકની ફરજ બને છે કે, પોતાના સ્વાસ્થ્યની જવાબદારી તેમને સ્વયં રાખવાની રેહશે.

ABOUT THE AUTHOR

...view details