વલસાડ: હોમ ક્વોરોન્ટાઇનવાળા વિદેશથી આવેલા 2 મુસાફરો ઇન્ટરસિટી ટ્રેનમાં જોવા મળતાં તેમને વલસાડ સ્ટેશને ઉતારી આખો ડબ્બો સેનેટાઈઝ કરાયો હતો. જેનો વિડીયો મુસાફરે ઉતારી લીધો હતો.
મુંબઈથી ગુજરાતમાં અવતા બે વિદેશી મુસાફરોને વલસાડ સ્ટેશન પર ટ્રેનમાંથી ઉતારી લેવાયા હાલ, દરેક સ્થળે કોરોના વાયરસના ભય વચ્ચે લોકોના સ્વાસ્થ્ય બાબતે આરોગ્ય વિભાગ ચિંતિત છે, ત્યારે તકેદારીના ભાગરુપે બહાર વિદેશમાંથી આવેલા તમામ નાગરિકોને હોમ કોરોન્ટાઇનમાં રાખવાની સૂચના મળી હોવા છતાં પણ આવા કેટલાક લોકો મુસાફરી કરી રહ્યા છે.
આ સમગ્ર બાબત અંગેની જાણકારી આજે વલસાડ આરોગ્ય વિભાગ અને RPFને થતાં જ પોલીસના મોટા કાફલા સાથે મુંબઈથી વડોદરા તરફ જતી ઇન્ટરસિટી ટ્રેનમાં બે મુસાફરો મુસાફરી કરી રહ્યા હતાં, ત્યારે બન્નેને વલસાડ સ્ટેશન પરથી ટ્રેન ઉભી રહેતા ઉતારી લેવાયા હતાં, ત્યારબાદ આખો ડબ્બો સેનીટાઈઝરનો છટકાવ કરીને સેનીટાઈઝ કરવામાં આવ્યો હતો. તમામ મુસાફરોને ટ્રેનના આ ડબ્બામાંથી બહાર ઉતારી ડબ્બામાં એન્ટી બાયોટિકનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટના અંગેનો વિડીયો સ્ટેશન ઉપરથી પસાર થતાં એક જાગૃત નાગરિકે ઉતારી લઈ સોશિયયલ મીડિયામાં પર મૂકાતાં સમગ્ર હકીકત સામે આવી છે. અચાનક બનેલી આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.