વાપી : વલસાડ જિલ્લામાં નવા કેસ સામે આવવાની ગતિ ધીમી પડી છે. તો સામે હજુ પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. સોમવારે વલસાડ જિલ્લામાં વધુ 2 પુરુષ અને એક મહિલા દર્દીનું મોત નીપજ્યું હતું. જ્યારે નવા 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જયારે 12 દર્દીઓ સ્વસ્થ થયા હતાં.
દમણમાં 2, સેલવાસમાં 11 અને વલસાડમાં 3 મોત સાથે 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા - સેલવાસમાં કોરોના વાઇરસના દર્દીઓની સંખ્યા
વલસાડ જિલ્લામાં સોમવારે વધુ 3 કોરોનાના દર્દીઓના મોત નીપજ્યાં હતાં. તેમજ 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં. દમણમાં 2 અને સેલવાસમાં 11 નવા કોરોના કેસ નોંધાયા હતાં.
દમણમાં 2, સેલવાસમાં 11 અને વલસાડમાં 3 મોત સાથે 7 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
દાદરા નગર હવેલીમાં સોમવારે 11 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. તો સામે 13 દર્દીઓ સ્વસ્થ પણ થયા હતાં. દાદરા નગર હવેલીમાં હજુ પણ 220 એકટિવ કેસ છે. જ્યારે 791 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે.