ગુજરાત

gujarat

ETV Bharat / state

જોગવેલ ઘાટ નજીક ઝાડ સાથે કન્ટેનર અથડાયું, ચાલકનું મોત - જોગવેલ ઘાટ પર અકસ્માત

કપરાડા નાનાપોઢા માર્ગ ઉપર જોગવેલ ખાતે પુનાથી અમદાવાદ તરફ કન્ટેનરના ચાલકને જોગવેલ ઘાટ ઉતરતી વેળાએ સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેથી કન્ટેનર વૃક્ષ સાથે અથડાયું હતું. આ ઘટનામાં ચાલકનું મોત થયું હતું.

Accident news
જોગવેલ ઘાટ નજીક ઝાડ સાથે કન્ટેનર અથડાયું

By

Published : Jan 17, 2021, 12:24 PM IST

  • જોગવેલ ઘાટ નજીક આંબાના ઝાડ સાથે કન્ટેનર અથડાતા ચાલકનું મોત
  • અકસ્માતમાં કન્ટેનરના બે ભાગ થઈ ગયા
  • મોડી રાત્રે બનેલી ઘટનામાં કેબિનમાં ચાલકનું મોત થયું હતું

વલસાડઃ કપરાડા-નાનાપોઢા માર્ગ ઉપર આવેલા જોગવેલ નજીક વધુ એક અકસ્માત સર્જાયો છે. પુનાથી અમદાવાદ તરફ ફોરવ્હિલના સ્પેરપાર્ટ ભરીને જઈ રહેલા કન્ટેનરના ચાલકને જોગવેલ ઘાટ ઉતરતી વખતે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે કન્ટેનર રોડની બાજુમાં આવેલા એક આંબાના ઝાડ સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં કન્ટેનરના 2 ભાગ થયા હતા અને કન્ટેનરમાં ભરેલો માલ સામાન વેરવિખેર થઈ ગયો હતો. ઘટનામાં ચાલક મોત થયું હતું.

કન્ટેનરનો સામાન વેરવીખેર થયો

પુનાથી ફોરવ્હિલરના સ્પેરપાર્ટ ભરીને કન્ટેનર અમદાવાદ જતું હતું

પુના ખાતેથી ફોરવ્હિલરના વિવિધ સ્પેરપાર્ટ ભરીને અમદાવાદ તરફ આવી રહેલા કન્ટેનર (HR47C 9882) વલસાડ તરફ થઈને અમદાવાદ જઈ રહ્યું હતું. ત્યારે કપરાડાનાં જોગવેલ ઘાટ ઉતરતી વખતે ચાલકે સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જેને લઇને અકસ્માતની ઘટના બની હતી.

કન્ટેનર આંબાના ઝાડ સાથે અથડાયું

કપરાડાનાં જોગવેલ ઘાટ ઉતરતી વખતે રોડની બાજુમાં આવેલા આંબાના ઝાડ સાથે આ કન્ટેનર ધડાકાભેર અથડાયું હતું. જેને લઇને કન્ટેનરના બે ભાગ થયાા હતા. જોકે કેબિનમાં દબાયેલા ચાલકને બહાર કાઢવામાં આવે તે પૂર્વે જ તેનું ઈજાઓને કારણે મોત થયું હતું.

જોગવેલ ઘાટ નજીક ઝાડ સાથે કન્ટેનર અથડાયું

ઘટનાની જાણ થતા નાનાપોઢા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી

આ ઘટનાની જાણ પોલીસને થતા નાનાપોઢા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details