ગુજરાત

gujarat

ETV Bharat / state

વલસાડના કલગામ હનુમાન મંદિરે ત્રિદિવસીય પાટોત્સવ, ભવ્ય રામમંદિરનું કરાયું નિર્માણ - વલસાડ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામમાં આવેલ 500 વર્ષ જુના હનુમાન મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. એક કરોડના ખર્ચે નિર્માણ પામેલ મંદિરમાં ભગવાન શ્રી રામ, ગણેશ, કૃષ્ણ અને હનુમાનજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. આ સ્થાનક લોકોમાં વર્ષોથી આસ્થાનું પ્રતિક ગણાય છે.

કલગામ હનુમાન મંદિરે ત્રિદિવસીય પાટોત્સવ, ભવ્ય રામમંદિરનું કરાયું નિર્માણ
કલગામ હનુમાન મંદિરે ત્રિદિવસીય પાટોત્સવ, ભવ્ય રામમંદિરનું કરાયું નિર્માણ

By

Published : Feb 13, 2020, 4:58 PM IST

વલસાડ: જિલ્લાના ઉમરગામ તાલુકાના કલગામ ખાતે રાયણી વાળા હનુમાનજી તરીકે દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રના ભક્તોમાં આસ્થાનું પ્રતિક ગણાય છે. કલગામમાં એક રાયણના ઝાડમાં વર્ષો પહેલા હનુમાનજી દાદા પ્રગટ થયા હોવાનો ઇતિહાસ છે. આ સ્થાનિકે લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. જ્યાં હાલ ભવ્ય રામમંદિરનું નિર્માણ કરી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

કલગામ હનુમાન મંદિરે ત્રિદિવસીય પાટોત્સવ, ભવ્ય રામમંદિરનું કરાયું નિર્માણ
મંદિરના ઇતિહાસ અંગે મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે, મંદિર અતિ પ્રાચીન છે. અહીં દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રથી લાખો શ્રદ્ધાળુઓ દર્શને આવે છે. દાદા દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીં સ્વયં હનુમાનજી દાદા એક રાયણના ઝાડમાં પ્રગટ થયા હતા. તે બાદ નજીકના કુવામાંથી અન્ય દેવતાઓ પ્રગટ થયા હોવાની વાયકા છે. મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા અંગે ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે, આ મંદિરનું નિર્માણ એકાદ કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. જેમાં તમામ ફાળો ભક્તદાતાઓનો છે. મંદિરમાં આ મહોત્સવ દરમિયાન ચારેય દિશામાંથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યાં છે. મંત્રોચ્ચાચાર સાથે મંદિરના ગર્ભગૃહમાં ભગવાન શ્રી રામ-સીતા-લક્ષ્મણ, ગણેશજી, શ્રીકૃષ્ણ અને હનુમાનજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે.રાયણીવાળા હનુમાનજી તરીકે જાણીતા આ સ્થળે આવતા ભક્તો પણ દાદામાં અનેરી શ્રદ્ધા ધરાવે છે. અને દરેકની મનોકામના પૂર્ણ કરતા ભગવાન છે. હાલમાં અહીં ભવ્ય રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હોય ભક્તોમાં અનેરી ખુશી છલકાતી હોવાનું જણાવ્યું હતું.કલગામ હનુમાનજી મંદિર ખાતે આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ત્રિદિવસીય પાટોત્સવમાં એક લાખ જેટલા દાદાના ભક્તોએ અહીં ખાસ ઉપસ્થિત રહી ભગવાનના દર્શનનો અને મૂર્તિ પ્રતિષ્ઠાના અવસરને માણ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details