- Petrol and diesel pricesના વધારાને લઈને કોંગ્રેસ દ્વારા ધરણા અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન
- ધરમપુર રોડ ઉપર પેટ્રોલ પંપે વલસાડ કોંગ્રેસ કાર્યકરો દ્વારા બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું
- વલસાડ સિટી પોલીસેે વિરોધ પ્રદર્શન અને ધરણાંની જાણકારી મળતાં સ્થળ પર પહોંચી 5ને ડીટેઇન કર્યાં
- પ્રમુખ, મહામંત્રી, કાઉન્સિલર સહિત પાંચ લોકોને પોલીસે જીપમાં બેસાડી પોલીસ મથકે લઇ ગઇ
વલસાડઃ કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ ઉપર 258 ટકા અને ડીઝલ ઉપર 820 ટકા એકસાઇઝ વધારો કરતાં મધ્યમવર્ગીય પ્રજાની હાલાકીમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 13 વર્ષમાં સૌથી વધુ કિંમત ઉપર પેટ્રોલ અને ડીઝલ (Petrol and diesel prices) પહોંચ્યા છે ત્યારે તેનો સીધો સામાન્ય પ્રજા ઉપર પડી રહ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવ ઉપર એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે જેને પગલે પેટ્રોલના ભાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે જેના કારણે સામાન્ય પ્રજાને સીધો બોજો ખિસ્સા ઉપર પડી રહ્યો છે જેને જોતા કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રજાની પડખે રહેતા આજે વિવિધ જિલ્લાઓમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઇને વિરોધ પ્રદર્શન અને ધરણા પ્રદર્શનના કાર્યક્રમોનું આવાહન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે કોંગ્રેસના ધરણા, રાજકોટમાં congressના 25 નેતાઓની અટકાયત